ભોજન કરતા પહેલા આ બે શબ્દો બોલવાથી બધા દુઃખોનો નાશ થઈ જાય છે અને ભગવાન થઈ જાય છે પ્રશન્ન

મિત્રો ભોજન એ આપણા જીવનની મૂળભૂત ક્રિયા છે કેમકે ભોજનથી જ શરીરને શક્તિ મળે છે. આપણા શરીરને આગળ વધારવા માટે એક ઈંધણનું કામ કરે છે.

એવું માનવામાં આવે છે કે જો શરીરને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ભોજન પ્રાપ્ત ના થાય તો ઘણી શારીરિક પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે.

શુદ્ધ અને સાત્વિક ભોજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને આપણા મનને પણ શુદ્ધ કરે છે.

એક કહેવત પણ છે “જેવું અન્ન એવું મન” હકીકતમાં આ કહેવત એટલા માટે કહેવામાં આવે છે કે શુદ્ધ અને સાત્વિક રીતે બનાવવામાં આવેલું ભોજન ઘણા પ્રકારે લાભદાયી હોય છે.

એટલા માટે શાસ્ત્રોમાં પણ ભોજન કરવા માટે ઘણા બધા નિયમો જણાવવામાં આવેલા છે જેમ કે ભોજન કરતા પહેલા હાથ અને પગ ધોવા જોઈએ.

ભોજન જમીન પર બેસીને કરવું જોઈએ. ભોજન ઘણી વખત ચાવીને ખાવું જોઈએ અને સૌથી મહત્વની વાત એ છે કે ભોજન કરતા પહેલા ભોજન મંત્ર બોલવો જોઈએ.

એવું માનવામાં આવે છે કે ભોજન શરૂ કરતા પહેલા આપણે હંમેશા ભોજન મંત્રનું ઉચ્ચારણ જરૂર કરવું જોઈએ. હકીકતમાં આ મંત્ર આપણને ઘણા બધા પાપથી મુક્તિ અપાવવાનો માર્ગ છે.

આ મંત્રમાં આપણે ઈશ્વરને ધન્યવાદ આપીએ છીએ જેમણે આપણને ભોજન પ્રાપ્ત કરાવ્યું છે અને આપણા શરીરને ઉર્જા આપવાનો માર્ગ મોકળો બન્યો છે.

ભોજન મંત્ર તે ઈશ્વર પાસે આપણે કોઈપણ એવી ભૂલની ક્ષમા પ્રાર્થના માટે જ કરવામાં આવે છે જે આપણાથી અજાણતામાં થયેલી હોય છે.

ભોજન એક એવી પ્રક્રિયા છે જે આસપાસની ઘણી બધી નકારાત્મક ઊર્જાને પણ ઉત્તેજિત કરે છે એટલા માટે ભોજન કરતા સમયે વિશેષ સાવધાની રાખવી જોઈએ
એટલે ભોજન મંત્રનો ઉચ્ચારણ કરવાથી કોઈ પણ નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અને કોઈ પણ નકારાત્મક શક્તિનાં હસ્તક્ષેપથી બચી શકાય છે.

હિન્દુ ધર્મમાં ભોજનની સાથે ભોજન પહેલાં એક ટુકડો ઈશ્વરના નામથી કાઢવામાં આવે છે, આવું કરવાથી દરેક નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શરીરને સકારાત્મક ઊર્જા મળે છે.

શું છે ભોજન મંત્ર :

ॐ सह नाववतु। सह नौ भुनक्तु। सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु। मा विद्विषावहै ॥ ॐ शान्ति: शान्ति: शान्ति:: ॥

આ મંત્રનો અર્થ થાય છે કે હે પરમેશ્વર, અમે શિષ્ય અને આચાર્ય બંનેની રક્ષા કરો, અમે શિષ્ય અને આચાર્ય બંનેનું એક સાથે પોષણ કરો, અમે બંને સાથે મળીને મોટી ઊર્જા અને શક્તિની સાથે કાર્ય કરીએ તથા વિદ્યા પ્રાપ્તિનો સામર્થ્ય પ્રાપ્ત કરીએ, અમારી બુદ્ધિ તેજ થાય અને અમે બંને પરસ્પર ઈર્ષા ન કરીએ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.

આ રીતે ભોજન મંત્ર  ખૂબ જ મહત્વ ધરાવે છે અને ભોજન કરતાં પહેલાં તમારે ઈશ્વરને જરૂરથી યાદ કરવા જોઈએ. આવું કરવાથી તમને ભોજનમાંથી વધારે ઉર્જા પ્રાપ્ત થશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.