સગા બાપે પોતાના દીકરાની હત્યા કર્યા બાદ કર્યું આવું, જાણીને તમારી આંખો ફાટી જશે!!

મિત્રો થોડા સમય પહેલાં જ ગુજરાતમાં અમદાવાદમાં એક અજાણ્યા યુવકની લાશ મળી છે જેમાં ન હોતા હાથ, ન હતું માથું, કે ન હતા પગ.

આ ઘટનાના પાંચ દિવસ બાદ એલિસબ્રિજ વિસ્તારમાંથી કપાયેલા પગ મળી આવ્યા હતા ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી અને આ કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો.

પોલીસના કહેવા પ્રમાણે આ લાશ 21 વર્ષના જોશી યુવકની હતી જે અમદાવાદના વાસણા વિસ્તારમાં તેના પિતા સાથે રહેતો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ જોશી નામના યુવકની હત્યા તેમના વૃદ્ધ પિતા નિલેશ જોશીએ જ કરી હતી તેવું બહાર આવ્યું છે.

હવે મિત્રો આપણે જાણીએ કે પોલીસને કેવી રીતે મળ્યો સુરાગ?

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે એલિસબ્રિજ વિસ્તારમાંથી કપાયેલો પગ મળી આવ્યો ત્યારે એલિસબ્રિજ વિસ્તારમાં સીસીટીવી તપાસ કરવામાં આવી અને સીસીટીવી ફુટેજમાં સ્કૂટર પર સવાર એક વૃદ્ધ પોલીથીન ફેંકતો જોવા મળ્યો હતો જેની અંદર કપાયેલા પગ જોવા મળ્યા હતા.

જ્યારે પોલીસ સ્કૂટરના નંબર ઉપરથી તેના માલિકને શોધવા માટે ત્યાં પહોંચી ત્યારે ખબર પડી કે આ સ્કૂટર આંબાવાડી વિસ્તારના એક વૃદ્ધને વેચ્યું હતું.

ત્યારબાદ જે જગ્યા પર આ વ્યક્તિ રહેતો હતો તેના પાડોશીઓને પૂછવામાં આવ્યુ ત્યારે જાણવા મળ્યું કે આ સ્કૂટરનો ઉપયોગ એક 65 વર્ષના નિલેશ જોશી નામના વ્યક્તિ કે જે વર્ગ-2 ના નિવૃત્ત અધિકારી છે તેઓએ કરી હતી.

તેમણે કહ્યું કે અહીં માત્ર તેમનો એક પુત્ર સ્વયં જોશી સાથે રહે છે. પોલીસે તપાસ કરી તો નિલેશના ઘરમાંથી ધારદાર છરી અને લોહીના ડાઘા મળી આવ્યા હતા ત્યારબાદ નિલેશને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

જ્યારે હત્યારા નિલેશ જોશીની પોલીસે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે છેલ્લા પાંચ-છ વર્ષથી પુત્ર દારૂ અને ડ્રગ્સનો વ્યસની હતો જે દિવસે તેનું મૃત્યુ થયું તે દિવસે પણ તે દારૂ પીને પૈસા માંગતો હતો.

જ્યારે તેમણે તેના પુત્રને પૈસા આપવાની ના પાડી તો તેને માર મારવાનું શરૂ કર્યું અને ત્યાર પછી તેઓએ તેને ઘરમાં રાખેલા એક પથ્થરથી માથા પર ઘા કર્યો અને તેના કારણે તેનું મૃત્યુ થયું.

પછી પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પોતાના પુત્રના મૃત્યુ બાદ આરોપી નીલેશ કાલુપુર માર્કેટમાં ગયો અને ત્યાંથી ગ્રાઈન્ડર મશીન લાવ્યો હતો અને તેણે ગ્રાઈન્ડર મશીન વડે પુત્રના શરીરના નાના-નાના ટુકડા કરી અને ત્યાર બાદ કચરો કાઢી પોલિથિનમાં નાખીને અંગો અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા.

અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે આરોપી નીલેશ જોશી હત્યા કર્યા બાદ અમદાવાદથી સીધો સુરત ગયો હતો અને ત્યાંથી અવધ એક્સપ્રેસ દ્વારા ગોરખપુર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે દરમિયાન જ તેની ધરપકડ કરી નાખવામાં આવી હતી અને નિલેશ જોશીએ જણાવ્યું કે તે ગોરખપુરથી નેપાળ ભાગી જવા માંગતો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.