સોમવતી અમાસના દિવસે અચૂક કરો આ કામ : જરૂરથી મળશે પિતૃઓના આશીર્વાદ

મિત્રો અમાસના દિવસે ખાસ કરીને પિતૃઓનું પૂજન કરવામાં આવતું હોય છે એમાં પણ સોમવતી અમાસ એ પિતૃ સંબંધિત કાર્યો માટે સર્વોત્તમ દિવસ ગણવામાં આવે છે.

પિતૃઓને પ્રસન્ન કરવા માટે આજના દિવસે તમે ખાસ પ્રયોગ પણ કરી શકો છો અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.

વર્ષ દરમિયાન કુલ 12 અમાસ આવે છે જેમાં સોમવતી અમાસ તેમજ મૌની અમાસનું ખૂબ જ મહત્વ છે.

સૌથી મહત્વની વાત તો એ છે આ વર્ષે ભક્તોને આ બંને અમાસનો લાભ મળવાનો છે.

વિક્રમ સવંત અનુસાર પોષ માસની અમાસ એ મૌની અમાસ તરીકે ઓળખાય છે આ વખતે મૌની અમાસ બે દિવસમાં વહેંચાઈ ગઈ છે.

1 ફેબ્રુઆરી સોમવારે બપોરે 2 કલાક અને 18 મિનિટથી અમાસની તિથિનો પ્રારંભ થઇ રહ્યો છે જે ફેબ્રુઆરી મંગળવારે સવારે 11 કલાકને 14મી મીનીટે પૂર્ણ થશે જેથી સોમવારના રોજ સોમવતી અમાસનું વ્રત રાખી શકાશે જ્યારે મૌની અમાસના પૂજા વિધાન મંગળવારના રોજ કરી શકાશે.

અમાસની તિથિએ પિતૃઓને સમર્પિત છે આજના દિવસે કેવા પ્રકારના કાર્યો કરવાથી પિતૃઓના આશિષની પ્રાપ્તિ થઇ શકે છે તેના વિશે આપણે જાણીશું.

પીપળાનું પૂજન કરવું:

  • માન્યતા અનુસાર પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુ, થડમાં શિવજી અને પર્ણમાં બ્રહ્માજીનો વાસ રહેલો છે એટલા માટે સોમવતી અમાસના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ જેથી આ ત્રણેય દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે.
  • આ ઉપરાંત સોમવતી અમાસના દિવસે પીપળાને જળ ચઢાવવાથી પિતૃઓ તૃપ્ત થતા હોવાની માન્યતા છે.
  • આ દિવસે પીપળાને જળ ચડાવી તેની સાત વાર પ્રદક્ષિણા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને સંતાનોને આશીર્વાદ પ્રદાન કરે છે.
  • સોમવતી અમાસના દિવસે શક્ય હોય તો પીપળાની નીચે એક દીવો પ્રગટાવો જેથી તમારા જીવનના તમામ સંકટ દૂર થશે અને જીવન ખુશખુશાલ બની જશે.

આજના દિવસે શું ખાસ કરવુ:

સોમવતી અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનો મહિમા છે, જો તીર્થસ્થાનમાં સ્નાન કરવાનું શક્ય ના હોય તો ઘરે જ ગંગા નદીનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ અને જો ઘરે ગંગાજળ હોય તો સ્નાનના પાણીમાં તેને ભેળવીને પછી સ્નાન કરવું જોઈએ.

આ દિવસે આ વસ્તુઓનું કરો દાન:

સોમવતી અમાસના દિવસે દાનનો વિશેષ મહિમા રહેલો છે. સોમવતી અમાસે જરૂરીયાત મંદને દાન કરવાથી વ્યક્તિને પરમાત્માની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

સોમવતી અમાસના દિવસે કોઈ ગરીબને અનાજનું દાન કરવાથી વ્યક્તિના ઘરમાં ધાન્યના ભંડાર ભરેલા રહે છે.

સોમવતી અમાસના દિવસે તલના લાડુનું દાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે જેનાથી વ્યક્તિને સ્વાસ્થ્યનું સુખ પ્રાપ્ત થાય છે.

જે લોકોની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તેમણે સોમવતી અમાસના દિવસે ગાયને દહીં અને ભાત ખવડાવવા જોઈએ જેથી તેને લાભની પ્રાપ્તિ થાય છે.

સોમવતી અમાસના દિવસે લોટની ગોળીઓ બનાવીને માછલીઓને ખવડાવવી જોઈએ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.