પૃથ્વી તરફ આવી રહ્યું છે મોટું તોફાન, મોબાઈલ અને વીજળીને થશે અસર, અમેરિકાની ચેતવણી

અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે આકાશમાં એક ભયંકર તોફાન ઉત્પન્ન થયું છે જે ધીરે-ધીરે પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે.

થોડા સમયમાં જ આ તોફાન પૃથ્વી પર આવશે જેના કારણે સમગ્ર દુનિયાની વીજળી પર તેની અસર પડી શકે છે અને સાથે સાથે મોબાઈલ સિગ્નલ અને જીપીએસ ઉપર પણ તેની ગંભીર અસર થઈ શકે છે.

વૈજ્ઞાનિકોના મતે આ એક પ્રકારનું સૌર તોફાન છે જે સૂર્યમાંથી ઉત્પન્ન થઈને પૃથ્વી તરફ આવી રહ્યું છે.

અમેરિકન નેશનલ ઓસનિક એન્ડ એટ્મોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે જીઓ મેગ્નેટિક સ્ટ્રોમને કારણે પૃથ્વીના ઘણા બધા ભાગોમાં વીજળી પડી શકે છે.

પૃથ્વી પર ઘણી બધી જગ્યાએ ચુંબકીય બળ વધુ થઈ જશે જેના કારણે વીજળીને પણ ભારે નુકશાન થઇ શકે છે.

આ તોફાન 11 ઓક્ટોબરના રોજથી દેખાવાનું શરૂ થયું છે જે 13મી ઓક્ટોબર પછી તેની અસર બતાવશે અને આ સૌર તોફાન G2 શ્રેણીનું હોવાથી ઘણા બધા ઉપગ્રહોને પણ નુકસાન પહોંચાડી શકે છે.

સૂર્યમાંથી નીકળતા કિરણોથી આપણ ને બચાવવા માટે પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને સૌર કણો ધ્રુવો સુધી જશે જેના કારણે પૃથ્વી ઉપર ચુંબકીય તોફાન ઉદ્ભવશે.

આ તોફાનની અસર લગભગ 6 થી લઈને 12 કલાક સુધી રહેશે પછી બધું ધીમે ધીમે સામાન્ય થઈ જશે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.