શનિશ્વરી અમાસે થશે વર્ષ 2022નું પ્રથમ સૂર્યગ્રહણ : જાણો કઈ રાશિને થશે નુકસાન, જાણો સૂતક કાળ

મિત્રો વર્ષ 2022 નું પહેલું સૂર્યગ્રહણ 30 એપ્રિલે થવાનું છે. આ સૂર્યગ્રહણ આંશિક સૂર્યગ્રહણ છે એટલે તેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં પરંતુ આ સૂર્યગ્રહણની અસર તમામ 12 રાશિઓ ઉપર પડવાની છે.

આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. આ ગ્રહણ અન્ય દેશોમાં 30 અપ્રિલે મધ્યરાત્રીએ 12:15 વાગ્યે શરુ થશે અને સવારે 4:07 વાગ્યે પૂર્ણ થશે.

આ દિવસે શનિશ્ચરી અમાસ છે અને ગ્રહણના એક દિવસ પહેલા એટલે કે 29મી એપ્રિલે શનિની રાશિ બદલાઈ રહી છે. જેને કારણે આ ગ્રહણની અસર વધુ થઈ ગઈ છે.

આજે આપણે જાણીશું કે આ સૂર્ય ગ્રહણ કઈ રાશિ માટે શુભ અને કઈ રાશિ માટે અશુભ રહેશે?

મિત્રો હિન્દુ ધર્મમાં અમાસનું વિશેષ મહત્વ આંકવામાં આવ્યું છે. આ વર્ષે 30 એપ્રિલને શનિવારના રોજ અમાસનો વિશેષ યોગ બનશે જેને શનિશ્વરી અમાસના તરીકે પણ ઓળખવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શનિવારે અમાસનો સંયોગ ભાગ્યે જ બનતો હોય છે અને યોગાનુયોગ આ દિવસે સૂર્યગ્રહણ છે તેથી અમાસનું મહત્વ ખૂબ જ વધી જાય છે.

શાસ્ત્રો પ્રમાણે શનિ સૂર્યના પુત્ર છે પરંતુ બંને એકબીજાના વિરોધી ગ્રહો પણ છે. સૂર્યગ્રહણના દિવસે જો બ્રાહ્મણોને પાંચ વસ્તુઓનું પંચદાન કરવામાં આવે તો સૌથી ફાયદાકારક ગણવામાં આવે છે.

હવે આપણે જાણીશું કઈ રાશિ ઉપર સૂર્યગ્રહણની કેવી અસર થવાની છે…

મેષ રાશિ :

સૂર્યગ્રહણને કારણે મેષ રાશિના લોકોને ધનહાનિ થઈ શકે છે એટલા માટે આ દિવસે વ્યવહાર કરવાનો ટાળવું જોઈએ.

વૃષભ રાશિ :

સૂર્યગ્રહણની વૃષભ રાશિના લોકોના આત્મવિશ્વાસ ઉપર ખરાબ અસર પડવાની છે જેથી આ રાશિના લોકો તણાવનો શિકાર બની શકે છે.

મિથુન રાશિ :

મિથુન રાશિના લોકોએ સૂર્ય ગ્રહણ સમયે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે નહીં તો નુકસાન થઈ શકે છે. આ દિવસે ઘરે જ રહેવું અથવા ભીડવાળી જગ્યાએ ન જવું વધુ સારું રહેશે.

કર્ક રાશિ :

કર્ક રાશિના લોકો માટે સૂર્યગ્રહણ શુભ છે. પૈસાથી ફાયદો થશે અને વિવાહિત લોકોનું વૈવાહિક જીવન પણ સુખી રહેશે.

સિંહ રાશિ :

સૂર્યગ્રહણ સિંહ રાશિના લોકો માટે પણ ખૂબ જ સારું છે. ધનલાભ થઈ શકે છે પરંતુ બિનજરૂરી ખર્ચ અને રોકાણથી બચવું.