સોખડા હરિધામમાં સ્વામીએ કર્યો આપઘાત : પોલીસે તપાસ શરૂ કરી, સીસીટીવી કેમેરા લીધા કબજે

મિત્રો વડોદરાના સોખડા હરિધામમાં સ્વામી ગુણાતીત ચરણે આપઘાત કર્યો હોવાનો ખુલાસો બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુણાતીત સ્વામીએ કયા કારણથી આપઘાત કર્યો તેની તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે વડોદરા તાલુકા પોલીસને આદેશ આપ્યો છે.

પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે અને સંત નિવાસના સીસીટીવી ફૂટેજને પણ કબજે કરવામાં આવ્યા છે.

પોલીસવાળા સંત નીવાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા બે દિવસના સીસીટીવીની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે.

પોલીસ ગુણાતીત ચરણ સ્વામીના રૂમની આસપાસ દેખાયેલા તમામ સંતો અને હરિભકતોની પોલીસ પૂછપરછ કરશે.

મિત્રો ગુણાતીત સ્વામીએ શરીરે પહેરવાના ગાતરીયાથી લટકીને આપઘાત કર્યો હતો. બુધવારે સાંજે 7:30 આસપાસ સ્વામી આપઘાત કર્યો હતો.

પોલીસ તપાસમાં પી.એસ.આઇ, એ કહ્યું કે સાધુના રૂમમાં ઝેડ આકારનો હુક હતો જેમાં સાધુએ પોતાના ભગવાન ગાતરીયાથી ગાળીયો બનાવ્યો હતો.

ગળાફાંસો ખાવા માટે સૌપ્રથમ ખુરશી રાખવામાં આવી અને તેના ઉપર ડોલ મૂકવામાં આવી હતી અને તેની ઉપર ઓશીકાનો સહારો લીધો હતો.

સ્વામીએ આપઘાત કર્યો તે બાદ સૌપ્રથમ પ્રભુ પ્રિય સ્વામીએ જોયા હતા. આ કેસમાં પોલીસે બે સ્વામી સહિત પાંચ લોકોને પૂછપરછ કરી હતી.

મોત કેટલા વાગે થયું અને બીજા અન્ય કારણો જાણવા માટે વિશેરા ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.

પોલીસે પૂછપરછ કરતા સોખડા મંદિરના સંતોએ ગુણાતીત ચરણદાસ સાધુનું કુદરતી રીતે મોત થયું હોય એવી વાત પણ જણાવી હતી પરંતુ પોસ્ટમોર્ટમ બાદ ગળાફાંસો ખાધો હોવાનું બહારઆવતા સંતો ફરી ગયા હતા.

તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એ કહ્યું હતું કે મંદિરમાં 21 નંબરના રૂમમાં ગુણાતીત ચરણ દાસ સાધુ પોતાના રૂમમેટ પ્રભુ પ્રિય સ્વામી સાથે રહેતા હતા.

મંદિરના સીસીટીવી ફુટેજમાં જોતા બુધવારે સાંજે 7 વાગ્યાની આસપાસ ગુણાતીત સ્વામી પોતાના રૂમમાં જતા દેખાય છે જ્યારે 7:20 વાગે પ્રભુ પ્રિય સ્વામી તેના રૂમમાં જતા દેખાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.