માતાજીની આવી મૂર્તિ તમે ક્યારેય નહીં જોઈ હોય, દર્શન માત્રથી થઈ જાય છે લોકોના દુઃખ દૂર

મિત્રો હાલમાં સમગ્ર દેશમાં નવરાત્રિની ધૂમધામપૂર્વક ઉજવણી થઇ રહી છે અને બધા જ લોકો માતા દુર્ગાને પ્રસન કરવામાં લાગી ગયા છે.

લોકો શેરીમાં ગરબાની સ્થાપના કરે છે તો કોઈક પોતાના ઘરમાં ગરબાની સ્થાપના કરીને પૂજન કરે છે.

આપણે જાણીએ છીએ કે સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે આ વર્ષે પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી મૂર્તિ બનાવવા ઉપર પ્રતિબંધ છે ત્યારે મૂર્તિ કલાકારો બીજા અન્ય મટિરિયલમાંથી માતાજીની અલગ અલગ પ્રકારની મૂર્તિઓનું સર્જન કરીને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી રહ્યા છે.

આવી જ એક આકર્ષક અને અનોખી પ્રતિમા કે જેને જોતાં મૂર્તિ જીવંત હોય તેવું લાગી રહ્યું છે અને મૂર્તિ સામે જોતા જ બધા દુઃખ આપણે ભૂલી જઈએ છીએ. એવી વિશેષ પ્રકારની મૂર્તિ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાથી ૨૨ કિલોમીટર દૂર સિંગોડી ગામમાં રહેતા શિલ્પકાર પવન પ્રજાપતિએ બનાવી છે.

મૂર્તિ જોઇને એવું લાગી રહ્યું છે કે સાક્ષાત માતાજી પૃથ્વી ઉપર આવ્યા હોય અને એક સુંદર મજાનું હાસ્ય આપી રહ્યા હોય. લોકો પવનની આ અનોખી આવડતના વખાણ કરી રહ્યા છે.

માતાજીની મૂર્તિ એટલી બધી આકર્ષક અને જીવંત છે લોકો તેને જોવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે અને આ મૂર્તિના ફોટા હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

પવન આ પ્રકારની હસતા હોય તેવી માતાજીની મૂર્તિ બનાવવા પાછળનું રહસ્ય પણ જણાવ્યું છે તેમણે કહ્યું કે આ મહામારીના સમયગાળામાં લાખો લોકોએ પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે, એવો કોઈ પરિવાર બાકી નહિ હોય જેને પોતાના પરિવારજનો કે સગા-સંબંધીમાંથી કોઈ વ્યક્તિને ગુમાવ્યા ના હોય.

જેના કારણે બધા લોકો ઉદાસ છે આથી લોકોના ચહેરાઓ પર ખુશી લાવવા માટે અને ગમ ભુલવવા માટે આ પ્રકારની મૂર્તિનું સર્જન કર્યું છે.

પવન કહે છે કે જ્યારે પણ કોઈ માતાજીનો ચહેરો જોવે છે જ્યારે તે પોતાના દુઃખ અને પીડા ભૂલી જાય છે અને જીવનમાં આગળ વધવા લાગે છે.

મિત્રો પવનને માતાજીની મૂર્તિ બનાવવા માટે માત્ર ભૂરી માટીનો ઉપયોગ કર્યો છે જેથી આ મૂર્તિમાં કોઈ તિરાડ જોવા મળતી નથી.

તેમણે જણાવ્યું છે કે આ મૂર્તિમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરવામાં નથી આવ્યો એટલે કે આ મૂર્તિ એકદમ ઇકોફ્રેન્ડલી મૂર્તિ છે.

મિત્રો તમને માતાજીની મૂર્તિ કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને તમારા મિત્રો અને સગા-સંબંધીઓ સાથે આ માહિતીને શેર કરો જેથી કરીને એ પણ માતાજીની આ દિવ્ય હસતી મૂર્તિના દર્શન કરી શકે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.