ચમત્કાર થયો / નદીમાંથી મળ્યું 50 કિલો ચાંદીનું અદભુત શિવલિંગ!

મિત્રો આપણે જાણીએ છીએ કે ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે જેથી શ્રાવણ મહિનાના દરેક સોમવારે ભગવાન શિવની પૂજા-અર્ચના હોય છે અને ટૂંક સમયમાં જ શ્રાવણ મહિનો શરૂ થવાની તૈયારીમાં છે.

મિત્રો શ્રાવણ મહિનો નજીક આવતા જ એક ખૂબ જ આનંદિત કરે તેવા સમાચાર ઉત્તર પ્રદેશથી સામે આવ્યા છે.

દોહરી ઘાટ કસ્બાના રામઘાટ ઉપર શનિવારે ઘાઘરા નદીમાંથી 50 કિલો વજનનું ચાંદીનું શિવલિંગ મળી આવ્યું છે.

મિત્રો આ શિવલિંગ ખુબ જ અલૌકિક હોય તેવું લાગી રહ્યું છે જેને કારણે લોકો તેને ચમત્કાર ગણી રહ્યા છે.

શિવલિંગ મળતાં જ થોડીક જ ક્ષણોમાં આ વાત ચારેકોર ફેલાય ગઈ અને દૂર દૂરથી લોકો તેના દર્શન કરવા માટે આવવા લાગ્યા.

મળતી માહિતી પ્રમાણે દોહરી ઘાટ કસ્બાના ભગવાનપુરા રહીશ રામ મિલન શનિવારે નદી કિનારે વાસણ ધોઈ રહ્યા હતા ત્યારે નદીમાં કંઈક ચમકતું હોય તેવું તેને લાગ્યું.

ત્યારબાદ નજીક જઈને જોયું તો આ ચમકતી વસ્તુ શિવલિંગ હતી અને એ પણ ચાંદીનું અને આ વાત ઝડપથી ફેલાઈ ગઈ અને ત્યારબાદ લોકોનો જમાવડો એકઠો થવા લાગ્યો.

મિત્રો આ શિવલિંગને નદીમાંથી બહાર કાઢીને વિધિ-વિધાન કરવામાં આવી ત્યારબાદ આ શિવલિંગને દોહરી ઘાટ પોલીસ મથકને સોંપી દેવામાં આવ્યું છે.

આ શિવલિંગને સન્માન સાથે પોલીસ સ્ટેશનના માલખાનામાં રાખવામાં આવ્યું છે તેમજ વિશેષજ્ઞ એજન્સીઓ પાસેથી તેની તપાસ કરાવવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.