48 કલાકમાં તમારું ધાર્યું કામ પર પડી જશે : કોમેન્ટમાં “શ્રી રામ” લખીને શેર કરો, ભગવાન શ્રી રામનો મહિમા

મિત્રો આપણે જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુએ લંકાપતિ રાવણના અત્યાચારોથી ત્રણેય લોકને મુક્તિ આપવા માટે રામનો અવતાર ધારણ કર્યો હતો.

ભગવાનનો અવતાર ભક્તોની હૃદયની ખુબ જ નજીક છે.

ભગવાન શ્રીરામના જીવનમાંથી બોધપાઠ મેળવવાનો છે જે સામાન્ય વ્યક્તિ માટે જ છે.

એક સામાન્ય વ્યક્તિ પોતાની મર્યાદામાં રહીને પણ કેવી રીતે અસંભવ કાર્યને પણ પૂર્ણ કરી શકે છે તે ભગવાન રામ સમજાવે છે.

ભગવાન સ્પષ્ટ સંકેત આપે છે કે શક્તિ સાથે મર્યાદાનું હોવું જરૂરી છે, જો તમારી તાકાતને સંયમ અને નિયમમાં બાંધવામાં ના આવે તો તે ઘાતક સાબિત થઈ શકે છે.

ભગવાન શ્રીરામે દશરથના ઘરે અયોધ્યામાં જ શા માટે જન્મ લીધો?

અયોધ્યાનો મતલબ થાય છે “અ+ યુદ્ધ” એટલે કે જે જગ્યા પર યુદ્ધ ન થયુ હોય તે શાંતિની ભૂમિ હોય અને દશરથનો મતલબ થાય છે કે જે 10 ઘોડાના રથ પર સવાર હોય.

આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો ધર્મના દસ અંગ છે, આ અંગ જ ધર્મને ચલાવે છે જેમાં ધેર્ય, ક્ષમા, સંયમ, અસ્તેય, પવિત્રતા, ઇન્દ્રિયોને વશમાં રાખવી, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને અક્રોધ.

જ્યાં શાંતિ અને ધર્મ હોય ત્યાં ભગવાન રામ ચોક્કસ જન્મ લે છે.

હવે આપણે જાણીએ રામ શબ્દનો અર્થ :

રામ શબ્દ જેટલો નાનો છે તેની વ્યાખ્યા તેટલી જ વિસ્તૃત છે. પુરાણોમાં કહેવામાં આવે છે “રમન્તે સર્વત્ર ઇતિ રામ:” એટલે કે જે બધી જ જગ્યાએ વ્યાપ્ત છે તે રામ છે.

સંસ્કૃત વ્યાકરણ અને શબ્દકોશ પણ કહે છે કે રમન્તે નો અર્થ થાય છે રામ એટલે જે સુંદર છે દર્શનીય છે તે રામ છે.