શ્રાવણ મહિનો પૂરો થાય એ પહેલાં જ શિવલિંગ ઉપર ચડાવી દો આ એક ચીજ, આખું વરસ પૈસાની આવક ચાલુ રહેશે

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાની અંદર મહાદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

પુરાણો અનુસાર મહાદેવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનો સર્વોત્તમ માનવામાં આવે છે.

શ્રાવણ મહિનાના દરેક સોમવારનું વિશેષ મહત્ત્વ પણ આંકવામાં આવ્યું છે જે ભક્ત શ્રાવણ મહિનાના સોમવારનુ વ્રત રાખી ભગવાન મહાદેવને જલાભિષેક અથવા સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરે છે તેના બધા જ દુઃખ દૂર થાય છે.

શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર અલગ-અલગ પ્રકારના અભિષેક કરવામાં આવે છે.

ભક્તો શિવલિંગ ઉપર ગંગાજળ, બીલીપત્ર, ધતુરા, ભાંગ, કપૂર, દૂધ, ચોખા, ચંદન અને ભસ્મ જેવી ચીજો અર્પિત કરે છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવને એક ચીજ અત્યંત પ્રિય છે અને જ્યોતિષનું કહેવું છે કે જો આ ચીજને શ્રાવણ મહિનાના દિવસે શિવલિંગ ઉપર ચડાવવામાં આવે તો વ્યક્તિનું નસીબ રાતોરાત ચમકી ઊઠે છે.

લોકો દ્વારા શિવજીની કૃપા મેળવવા માટે શ્રાવણ મહિનાના દિવસે અલગ-અલગ પ્રકારના ઉપાયો કરવામાં આવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે રુદ્રએ શિવનો પર્યાયવાચી શબ્દ છે. રુદ્ર જ ભગવાન શિવનું પ્રચંડ રૂપ છે અને એવામાં શિવને રુદ્રાક્ષ અર્પિત કરવામાં આવે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે શાસ્ત્રોમાં રુદ્રાક્ષને ભગવાન શંકરનો મહાપ્રસાદ ગણવામાં આવેલ છે.

એવી પણ માન્યતા છે કે શિવજીના આંસુમાંથી ઉત્પન્ન થયેલ રુદ્રાક્ષમાં દુર્ભાગ્યને સદભાગ્યમાં બદલવાની તાકાત છે એટલા માટે જો રુદ્રાક્ષને ભગવાન શિવને અર્પિત કરવામાં આવે અને સાથે સાથે તેને ધારણ પણ તમે કરી શકો છો તેને ધારણ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ, રોગ, ભય, શોક વગેરેમાંથી મુક્તિ મળે છે.

શિવલિંગને રુદ્રાક્ષ અર્પિત કરતી વખતે યજુર્વેદના રુદ્રાષ્ટાધ્યાય મંત્રનો પાઠ કરવો જોઈએ આવું કરવાથી ખૂબ જ જલ્દી વ્યક્તિની મનોકામના પૂરી થાય છે.

આ ઉપરાંત કુંડળીમાં રહેલા ગ્રહ દોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે. રુદ્રાક્ષ ચડાવવા માટે શિવજીની ઉપસ્થિતિ અત્યંત આવશ્યક છે એટલા માટે ભગવાન શિવજીના સ્થાન ઉપર જઈને તેમના શિવલિંગ ઉપર રુદ્રાક્ષ ચડાવવું જોઈએ.