શ્રાવણ મહિનામાં હાથમાં મીઠું લઈને બોલી દો આ બે શબ્દો, એટલા બધા પૈસા આવશે કે ઘરમાં પણ સાચવી નહીં શકો

મિત્રો આપણે જાણીએ છીએ કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે છે. શિવ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં દરેક ભક્તોએ શિવલિંગ ઉપર જળ અર્પણ કરવું જોઈએ જેનાથી મનુષ્યના સમસ્ત પાપોનો નાશ થાય છે અને ભગવાન શિવની કૃપા હંમેશને માટે બની રહે છે.

આપણે જાણીએ છીએ કે સ્વયં મહાદેવ માતા પાર્વતીને તે વાત જણાવી છે કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર બીલીપત્ર અથવા દૂધ ચઢાવવામાં આવે તો તેના ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે.

મિત્રો શ્રાવણ મહિનામાં મીઠાનો એક પ્રયોગ કરીને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે અને ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે કારણ કે તેને સમુદ્રમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે એટલે કે તેને એક પ્રકારનું રત્ન પણ માનવામાં આવે છે.

જો વ્યક્તિ ધન-સંપત્તિ મેળવવા માંગતો હોય અને પોતાના ઘરમાં શાંતિ પવિત્રતા મેળવવા માગતો હોય તો ઘરમાં રહેલા મીઠા સાથે તમારે એક ઉપાય અવશ્ય કરવો જોઈએ.

શ્રાવણ મહિનાના સોમવારના દિવસે જો તમે મીઠાનો આ ઉપાય કરો છો તો તેનાથી તમારી દરેક મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે.

મિત્રો આ ઉપાય તમે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે તો કરી શકો છો પરંતુ અન્ય દિવસોએ પણ તમે કરી શકો છો પરંતુ સોમવારના દિવસે જો તમે આ પ્રયોગ કરશો તેનું તમને વધારે પરિણામ પ્રાપ્ત થશે.

જો તમારા ઘરમાં વાદવિવાદ, લડાઈ, ઝઘડો થયો તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે મીઠું એક એવો પદાર્થ છે જે નકારાત્મક ઉર્જાને શોષી લેવાની ક્ષમતા રાખે છે જેને કારણે તમારા ઘરનું વાતાવરણ અત્યંત પવિત્ર અને મંગલમય બની જાય છે.

મિત્રો જે ઘરમાં મીઠાને સ્ટીલ અથવા પ્લાસ્ટિકના ડબ્બામાં રાખવામાં આવે છે તે ઘરમાં પરેશાની આવે છે એટલા માટે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મીઠું ચંદ્ર અને શુક્ર ગ્રહનું પ્રતિનિધિ માનવામાં આવે છે.

જો મીઠાને આવા ડબ્બામાં રાખવામાં આવે તો તેનો નકારાત્મક પ્રભાવ પડે છે એટલા માટે હંમેશા મીઠાને કાચના વાસણમાં રાખવું જોઇએ તેનાથી ઘરમાં કોઈપણ પ્રકારનો દોષ ઉત્પન્ન થતો નથી.

મિત્રો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે જ્યારે તમે ઘરમાં પોતુ લગાવો છો તે સમયે પાણીમાં ઓમ નમઃ શિવાય બોલીને મીઠું ઉમેરવું જોઇએ અને તે પાણીથી આખા ઘરમાં પોતું કરવું જોઈએ આવું કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા નાશ પામે છે અને ઘરમાં કોઈપણ ખરાબ શક્તિ નિવાસ કરતી હોય તો તે પણ છોડીને ચાલી જાય છે.

આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ, ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

શ્રાવણ મહિનાના કોઇપણ દિવસે રસોડામાં અથવા બાથરૂમમાં કાચના કટોરામાં સમુદ્ર મીઠું અથવા સિંધવ મીઠું ભરીને રાખવું જોઈએ આવું કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ અને દરિદ્રતાનો નાશ પામે છે.

જો તમારા ઘરમાં ધન સાથે જોડાયેલી સમસ્યા હોય, અચાનક જ ખર્ચો વધી જતો હોય અથવા ધીમે ધીમે કરજ સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો તમે કરી રહ્યા હોય તો કાચના એક વાસણમાં મીઠું ભરીને તેમાં ત્રણ લવિંગ ઉમેરીને આ વાસણને ઘરની ઉત્તર દિશામાં રાખવું જોઈએ આવું કરવાથી આ તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.

જો ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો તેના ઓશીકામાં દક્ષિણ દિશા તરફ એક કાચની કટોરીમાં મીઠું ભરીને અવશ્ય રાખવું જોઈએ અને તે વ્યક્તિએ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ આવું કરવાથી મૃત્યુતુલ્ય કષ્ટનો પણ નાશ થઈ જાય છે.

દક્ષિણ દિશામાંથી આવતી નકારાત્મક ઉર્જાને મીઠું શોષી લેતું હોય છે વ્યક્તિ સ્વસ્થ તથા બળવાન બને છે.

પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય મીઠાનો ત્યાગ કરે છે તેને ધનની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ દૂધ દહીં નો ત્યાગ કરે છે તેને સુંદર રૂપની પ્રાપ્તિ થાય છે અને જે વ્યક્તિ સોમવારના દિવસે ભોજનનો ત્યાગ કરે છે તે દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે.

માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને માહિતીને તમારા મિત્રો સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ના ભૂલતા.