શોલે ફિલ્મના પ્રખ્યાત અભિનેતાનું મોત, બોલીવુડ થયું શોકમગ્ન

સિનેમા જગતથી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે.

અભિનેતા અને પ્રખ્યાત કોમેડિયન મુસ્તાક મર્ચન્ટનું મોત થયું છે.

મુસ્તાક લાંબા સમયથી ડાયાબિટીસથી પીડિત હતા અને મુંબઈની હોલી ફેમિલી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ સમાચારથી સમગ્ર બોલીવૂડ શોકમગ્ન થઇ ગયું હતું અને શ્રધાંજલિ અર્પણ કરી હતી.

આમ જોવા જઈએ તો મુસ્તાકે ઘણા વર્ષો પહેલાં જ સિનેમાની દુનિયાને અલવિદા કરી દીધું હતું અને તેઓ બાંદ્રામાં રહેતા હતા.

સ્વર્ગીય અભિનેતા મુસ્તાકે સીતા ઓર ગીતા, જવાની દિવાની, હાથ કી સફાઈ, sholay વગેરે જેવી ફિલ્મોમાં પોતાનો અભિનય દેખાડયો હતો.

મુસ્તાકે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર ની ફિલ્મ શોલેમાં એક નહીં પરંતુ બે પાત્ર ભજવ્યા હતા.

Sholay ફિલ્મનું પ્રખ્યાત ગીત “એ દોસ્તી હમ નહીં તોડેંગે” માં મુસ્તાકે એક ટ્રેન ડ્રાઈવરનું પાત્ર ભજવ્યું હતું.

અને ફિલ્મમાં એ વ્યક્તિની પણ ભૂમિકા ભજવી હતી જેની મોટરસાયકલ જય અને વીરુએ ચોરી લીધી હતી.

એક મીડિયા રિપોર્ટ અનુસાર મુસ્તાકને મુંબઈની ઓલ ઇન્ડિયા ઇન્ટર કોલેજમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.

આ ઉપરાંત તેમને ત્રણ વર્ષ માટે શ્રેષ્ઠ લેખક અને દિગ્દર્શકનો એવોર્ડ પણ મળ્યો હતો.

મુસ્તાક મર્ચન્ટ અભિનયની સાથે-સાથે પટકથા પણ લખતા હતા જેમાં મુસ્તાક એ પ્યાર કા સાયા, લડ સાબ, સપને સાજન કે અને ગેંગ જે કેટલીક ફિલ્મોની પટકથા પણ લખી હતી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.