થયો મોટો ચમત્કાર : તળાવના ખોદકામમાં મળી આવ્યું વિશાળ શિવલિંગ, લોકો દર્શન માટે ઉમટી પડ્યા

મિત્રો આણંદના બોરસદ નજીક અલારસા ગામમાં એક મોટો ચમત્કાર જોવા મળ્યો છે. આ ગામમાં તળાવની અંદર માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે વિશાળ શિવલિંગ મળી આવ્યું છે.

મંદિર અને સ્વયંભૂ પ્રગટ શિવલિંગના દર્શન કરવા માટે ગામ લોકો ઉમટી પડ્યા છે.

તળાવમાં માટી ખોદકામ દરમિયાન શિવલિંગાકારની એક કૃતિ મળી આવી છે જેથી લોકોમાં શ્રધ્ધા જોવા મળી હતી.

આ ગામમાં રેલવે કોરિડોર માટે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પાસેના તળાવમાં ખોદકામ દરમિયાન એક શિવલિંગની પ્રતિકૃતિ મળી આવી હતી.

આ માહિતીની જાણ થતા જ મામલતદાર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મિત્રો આ શિવલિંગની વાત ગામમાં ફેલાતા લોકો એકઠા થઇ ગયા હતા અને તળાવમાં આશરે 20 થી 25 ફૂટ ઊંડુ ખોદકામ કરવામાં આવ્યું હતું.

ખોદકામ દરમિયાન એક બાજુ વૃક્ષના થડીયા જેવો આકાર જોવા મળ્યો હતો. લોકોએ પહેલા તેને વૃક્ષનું મોટું થડ સમજી લીધુ હતું પરંતુ બાદમાં વરસાદ આવતા આકારમાંથી પાણી વહેવા લાગ્યું હતું અને શિવલિંગની પ્રતિકૃતિ દેખાવા લાગી હતી.

હાલમાં મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે. જોકે આ બાબત પુરાતત્વ વિભાગની હોય તે અંગે વિભાગ દ્વારા રેકોર્ડ બનાવવામાં આવશે પરંતુ લોકો તેને આસ્થા સાથે સાંકળી રહ્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.