શિવાંશના નાનાનો સનસનીખેજ ખુલાસો : ચાર વર્ષથી દીકરી સાથે અમારો સંપર્ક નથી એની માસીને…

મિત્રો હૃદયને હચમચાવી નાખે તેવી એક ઘટના આપણી સામે આવી છે, માત્ર દસ મહિનાના માસુમ બાળકને પેથાપુરની ગૌશાળામાં તરછોડીને જનાર પિતા બાળકની માતાનો હત્યારો નીકળ્યો છે અને હવે ધીમે ધીમે એક પછી એક કડીઓ ખુલતી જાય છે.

મૃતક હીનાના પિતાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને કહ્યુ કે હિના છેલ્લા ચાર વર્ષથી અમારા સંપર્કમાં નથી અને હીનાની માસી એ જ મારું પણ ઘર ભાંગ્યું છે એટલે હિનાની માસીની પણ તપાસ થવી જોઇએ.

ખુદ હીનાના પિતાએ આ પ્રકારનો ચોંકાવનારો ખુલાસો કર્યો જેથી પોલીસની તપાસ વધુ તેજ બની છે.

હિનાની માસી જ પારિવારિક ભાંગ ફૂટની જવાબદાર છે. હિનાની માસી એ જ મારું ઘર તોડાવ્યું છે અને ચાર વર્ષથી દીકરી હીના સાથે અમારો સંપર્ક પણ નથી.

આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે હીનાની નાની અને તેની માસી કાયદેસર લખાણ કરીને હીનાનો કબજો લઇ ગયા હતા એટલે આ સમગ્ર પ્રકરણમાં તેની માસની પણ તપાસ થવી જોઇએ.

મારી દીકરીની જિંદગી બગાડવામાં એની માસીનો જ હાથ હોય તેવું મને લાગી રહ્યું છે એટલે ઊંડી તપાસ થવી જોઇએ અને આરોપીને ફાંસીની સજા થઈ જોઈએ તેમ હિનાના પિતાએ કહ્યું હતું.

ગાંધીનગરના પેથાપુર ગૌશાળામાં તરછોડાયેલા શિવાંશની સંપૂર્ણ મેડિકલ તપાસ કર્યા પછી તેને હોસ્પિટલમાંથી બહાર લઈ જવામાં આવશે અને નિરાધાર બનેલા શિવાંશનો ઉછેર હવે ઓઢવ શિશુગૃહમાં કરાશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.