શિવાંશના ભવિષ્યને લઈને ગૃહરાજ્યમંત્રીનું મોટું નિવેદન, જાણીને થઈ જશો ભાવુક

  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી નું મોટું નિવેદન
  • શિવાંશના ભવિષ્યની ચિંતા સરકાર કરશે
  • શિવાંશને સ્વીકારવા આખું ગુજરાત તૈયાર

મિત્રો આપણે જાણીએ છીએ કે થોડા દિવસ પહેલાં જ ગાંધીનગરના પેથાપુર ગૌશાળામાં માત્ર દસ મહિનાના બાળકને તેના પિતા દ્વારા તરછોડવામાં આવેલો હતો જેને લઇને ગૃહ વિભાગના રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ મોટું નિવેદન આપ્યું છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે શિવાંશને આખું ગુજરાત સ્વીકારવા માટે તૈયાર છે જો તેને તેના પિતા નહીં સાચવી શકે તો બાળકનું ભવિષ્ય સરકારની જવાબદારી છે અને બાળકના ભવિષ્ય માટે તમામ પગલાઓ અમે લઈશું.

પોલીસે ગણતરીના કલાકોમાં જ આખો ભેદ ખોલી નાખ્યો હતો અને આરોપીએ જ તેની પ્રેમિકાની હત્યા કરી છે. આવા સંજોગોમાં બાળકનું ભવિષ્ય સરકારની જવાબદારી છે.

ગુજરાત પોલીસે સૌપ્રથમ આ બાળકના પિતાને શોધ્યા છે અને 24 કલાકમાં જ પોલીસ તમામ કડીઓ સુધી પહોંચી ગઈ છે. આરોપી સચીને તેની પ્રેમિકાની હત્યા કરી છે અને પોલીસે આ સઘળા ભેદ ભરમ પરથી પડદો હટાવી લીધો છે.

મિત્રો શિવાંશની માતા અને સચિન દીક્ષિતની પ્રેમિકા હિનાના મૃતદેહને વડોદરા પોલીસે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

શિવાંશ નામના બાળકને તરછોડી દેનાર પિતા સચિને પ્રેમિકાની હત્યા કર્યાનો ખુલાસો થયા બાદ પોલીસ તેને વડોદરાના એ ફ્લેટમાં લઈ ગઈ હતી કે જ્યાં હિના ની હત્યા થઈ હતી અને ફ્લેટના રસોડામાં જ સચિને લાશને બેગમાં પેક કરીને રાખી હતી. હવે ગાંધીનગર પોલીસની કાર્યવાહી પૂર્ણ થતાં જ સચિન સામે ફરિયાદ નો સંપૂર્ણ તખ્તો તૈયાર કરવામાં આવશે.

શા માટે કરવામાં આવી મહેંદીની હત્યા?

પોલીસના જણાવ્યા મુજબ સચિન અને મહેંદીએ વડોદરામાં દર્શનમ ઓવરસીઝમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો જ્યાં દિકરા શિવાંશ સાથે ત્રણેય ભાડે રહેતા હતા. શનિવાર અને રવિવારે મૂળ પત્ની, માતા-પિતા સાથે આવતો હતો.

જોકે મૂળ પરિવારે બે દિવસ પહેલાં જ વતન જવાનું કહ્યું આ બાબતમાં સચિન અને મહેંદી વચ્ચે મોટો ઝઘડો થયો હતો ત્યારે મહેંદી એ કહ્યું કાં તો પરિવારને રાખ કા તો મને રાખ.

મહેંદીએ સચિનને પોતાની સાથે રહેવા માટે દબાણ કર્યું હતું અને આ મામલે બંને વચ્ચે મોટા પાયે માથાકુટ થઇ હતી ત્યારે આવેશમાં આવીને સચિને મહેંદીનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને પોતાના બાળકને તરછોડી દીધો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.