આર્થિક તંગી દૂર કરવા માટે શરદપૂનમના દિવસે કરો આ નાનકડો ઉપાય, મા લક્ષ્મીની કૃપાથી ચમકી ઉઠશે કિસ્મત!

મિત્રો એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમા ઉપર ચંદ્ર સોળે કળાઓથી સજ્જ થઈને પૃથ્વીની સૌથી નજીક આવે છે. શરદપૂર્ણિમા કોજાગરી પૂર્ણિમા, કૌમુદી વ્રત અને રાસ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.

એક ધાર્મિક માન્યતા પ્રમાણે શરદ પૂર્ણિમાના દિવસે સમુદ્ર મંથન પછી માતા લક્ષ્મી પ્રગટ થયા હતા અને તેને કારણે જ શરદ પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મી પૃથ્વી ઉપર પોતાની કૃપા વરસાવે છે.

એવું કહેવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રના દર્શન કરવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શરદ પૂર્ણિમાના દિવસે જો આ પ્રમાણેના ઉપાયો કરવામાં આવે તો દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે :

આર્થિક તંગી દૂર કરવાના ઉપાયો :

આર્થિક તંગી દૂર કરવા માટે શરદપૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ અને પાંચ કોડીઓ અર્પણ કરવી જોઈએ. પૂર્ણિમાના બીજા દિવસે આ કોડીઓને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખવી દેવી જોઈએ આવું કરવાથી પૈસા સંબંધી બધી જ સમસ્યાઓ દૂર થાય છે.

સારા સ્વાસ્થ્ય માટેના ઉપાય :

શરદપૂર્ણિમાની રાત્રે ખીર બનાવીને તેરે છત ઉપર આકાશ નીચે રાખી દેવી જોઈએ અને બીજે દિવસે સવારમાં તે ખીર ખાવી જોઈએ, આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે.

નોકરી-ધંધામાં આવતી સમસ્યાઓ દૂર કરવા માટેના ઉપાયો :

શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મી અને હનુમાનજીની સામે ચાર મુખી દીવો પ્રગટાવવાથી તમને નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં ધનલાભના યોગ બને છે.

શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીજીની પૂજાનું ખાસ મહત્વ છે. આ દિવસે ખાસ મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે સફેદ રંગની મિઠાઇનો ભોગ લગાવવો જોઈએ જેથી મા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.