શાહીન વાવાઝોડું : ગુજરાત ઉપર 24 કલાક અતિભારે, આ જિલ્લામાં ભુકા બોલાવશે

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે છે અને વધુમાં વધુ સો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.

મિત્રો કચ્છના અખાતમાં આજે શાહીન વાવાઝોડું ઉત્પન થશે તેવી પુરેપુરી શક્યતા જોવા મળી રહી છે. આજે બપોરે એક વાગ્યાની આસપાસ નલિયાનાં દરિયામાં વાવાઝોડું ઉત્પન થશે જેને કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

આખા સૌરાષ્ટ્રની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે આ સાથે પવનની ઝડપ ની વાત કરીએ તો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને દરિયા કિનારાના વિસ્તારો છે તેમાં વધારે પ્રમાણમાં નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

મિત્રો હાલમાં ગુલાબની આંખ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જેને લીધે નવું સાયકલોન એટલે કે નવું વાવાઝોડું સર્જાઈ શકે છે જે ગુજરાતના કચ્છમાં ત્રાટકે તેવી પૂરેપૂરી સંભાવના છે અને તંત્રને એલર્ટ રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે કારણ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લો પ્રેશર સર્જાયું છે જેથી ત્યાં ભારે વરસાદની શક્યતા છે આ સાથે લો પ્રેશરની સ્થિતિને કારણે આગામી 24 કલાક ભારે છે.

આ સાથે ગુજરાતના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ખાસ કરીને ભરૂચ, ભાવનગર, અમરેલીની અંદર ભારે વરસાદ પડી શકે છે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે કારણ કે તે વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ પડે તેવી આગાહી છે.

શાહીન વાવાઝોડાની અસરને જોતા સૌરાષ્ટ્ર અને કચ્છના 6 જિલ્લાની અંદર ઓરેંજ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ નો સમાવેશ થાય છે જેને કારણે અહીં સૂસવાટા મારતો પવન ફૂંકાય શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.