શાહીન વાવાઝોડું ગયું અને અસર શરૂ, ગુજરાતમાં આગામી 24 કલાક આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

મિત્રો શનિવારે સવારથી જ સમગ્ર રાજ્યમાં ભાદરવા મહિના દનેયા તપતા હોય તેમ સખત ગરમીનો અહેસાસ જોવા મળ્યો હતો પરંતુ ગણતરીની મિનિટોમાં જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

શનિવારે બપોરે અમદાવાદમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો અને કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ જેવી સમસ્યા ઉત્પન્ન થઇ ગઈ.

ખાસ કરીને અમદાવાદના બાપુનગર, હાથીજણ, સીટીએમ ચાર રસ્તા, જશોદા નગર, સેટેલાઈટ ઓઢવ વગેરે વિસ્તારોમાં વરસાદ મુશ્કેલીનું કારણ બની ગયો હતો અને અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા.

મિત્રો ગુલાબ વાવાઝોડામાંથી બનેલું શાહીન વાવાઝોડું ભલે પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું હોય પરંતુ તેની અસરને કારણે હજુ પણ ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મિત્રો ગુલાબમાંથી ઉત્પન્ન થયેલું શાહીન નામનું વાવાઝોડું પાકિસ્તાનના મકરાન તરફ આગળ વધી રહ્યું છે અને વધારે શક્તિશાળી પણ બની ગયું છે જેના કારણે પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે આ દરમિયાન ભારતીય માછીમારોને અને દરિયા કિનારે રહેતા લોકોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.

મિત્રો શાહીન વાવાઝોડાનો પૂંછડિયો માર આગામી 36 કલાક સુધી જોવા મળશે જેના કારણે ગુજરાતના સુરત, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, પાટણ, જામનગર જેવી જગ્યાઓમાં વરસાદની આગાહી છે જેને લઇને એનડીઆરએફની અને એસડીઆરએફ ની ટીમો તૈનાત કરવામાં આવી છે.

મિત્રો એનડીઆરએફની 17 અને એનડીઆરએફની 8 ટીમોને વાવાઝોડાની સતર્કતાના ભાગરૂપે રાહત-બચાવ માટે તૈનાત કરવામાં આવી છે.

મિત્રો નક્ષત્રની વાત કરીએ તો હજુ હાથિયો નક્ષત્ર બાકી છે એટલે નવરાત્રિ દરમિયાન પણ મોટા ઝાપટા કે ક્યાંક ક્યાંક ભારે વરસાદ આવી શકે તેવી પણ સંભાવનાઓ જોવાઇ રહી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.