શાહિન વાવાઝોડું બન્યું ભયંકર, IMDએ જાહેર કર્યુ એલર્ટ, ત્રણ દિવસ ભારે

મિત્રો ગુલાબ વાવાઝોડું ગુજરાતી પરથી પસાર થઈને અરબ સાગરમાં પહોંચીને ફરીથી વધુ સક્રિય અને ભયંકર બની ગયું  છે જેનું નામ છે શાહીન વાવાઝોડું.

વાવાઝોડુ હાલમાં ગુજરાતથી પાકિસ્તાન અને ઈરાનની બોર્ડર તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે હવે ગુજરાત પર વધારે અસર જોવા નહીં મળે.

મિત્રો આઇએમડી દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર આ ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તિત થઇ ગયું છે અને ભારતની સાથે સાથે પાકિસ્તાન અને ઈરાનમાં દરિયાકિનારે વાવાઝોડાની અસર જોવા મળશે.

શાહીન વાવાઝોડાને લઈને ગુજરાત સહિત સાતેક રાજયોમાં ભારતીય મોસમ વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે આગામી 12 કલાકમાં જ વાવાઝોડું વધારે મજબૂત થઈ શકે છે.

આ વાવાઝોડાને કારણે બિહાર, બંગાળ, સિક્કીમ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી ત્રણ દિવસ સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારતીય હવામાનખાતા પ્રમાણે પહેલી ઓક્ટોબરે મોડી રાત્રે અથવા આવતીકાલ સવાર સુધીમાં ભયાનક રૂપ ધારણ કરી શકે છે જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર વાવાઝોડું તેજ થયા બાદ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાય શકે છે અને અરબ સાગરમાં ગુજરાતના દરિયા કિનારાની સાથે સાથે પાકિસ્તાનના દરિયા કિનારા તરફ તેની અસર જોવા મળશે.

આ વાવાઝોડું અરબ સાગરમાં પ્રવેશ બાદ કલાકોની અંદર જ પાકિસ્તાન તરફ આગળ વધી જશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ એટલે કે 1 ઓકટોબર અને 2 ઓકટોબર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે પરંતુ તે બાદ ભારે વરસાદની કોઈ આગાહી નથી.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.