આજે કચ્છના અખાતમાં ઉત્પન્ન થશે શાહીન વાવાઝોડું, સૌરાષ્ટ્ર-કચ્છ માટે આજનો દિવસ ભારે

મિત્રો ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે ફરીથી ગુજરાતમાં શાહીન વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે જેને કારણે આગામી 4 દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

મિત્રો આ શાહીન વાવાઝોડું આજે કચ્છના અખાતમાં ઉત્પન થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. આજે બપોરે એક વાગ્યાની આસપાસ દરિયામાં વાવાઝોડું ઉત્પન્ન થશે અને દરિયાકિનારાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી છે આ સાથે કચ્છ સહિત આખા સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

વાવાઝોડાને કારણે દરિયાકિનારા ઉપર 60 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થશે એવું અનુમાન છે.

આ વાવાઝોડાને કારણે કચ્છની સાથે-સાથે દ્વારકા, જામનગર, ગીર સોમનાથના દરિયા કિનારે પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. શાહીન વાવાઝોડાની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારામાં જોવા મળશે જ્યાં 80થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે.

આ ઉપરાંત ભારે વરસાદની આગાહી હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની પણ કડક સૂચના આપી દેવામાં આવી છે.

ગુજરાતના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ પર લગાવી દેવામાં આવ્યું છે ખાસ કરીને ભરૂચ, અમરેલી, ભાવનગર, આણંદમાં ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી ત્યાં પણ ત્રણ નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે અને ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારામાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

મિત્રો શાહીન વાવાઝોડાની દિશાની વાત કરીએ તો આ વાવાઝોડુ ગુજરાતના નલિયાથી પાકિસ્તાન અને ત્યાંથી ઓમાન તરફ આગળ વધશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.