ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો : ગુલાબ બાદ હવે શાહિનનો ખતરો

મિત્રો ગુલાબ વાવાઝોડાને કારણે હાલમાં ગુજરાત ઉપર સંકટનાં વાદળો ઘેરાયા છે અને ગઇકાલથી જ ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે તેવામાં ફરી ગુજરાત ઉપર વધુ એક વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુલાબ વાવાઝોડાની ગુજરાત પર અસર ચાલુ થઈ ચૂકી છે પણ આગામી ૩૦ સપ્ટેમ્બરે નોર્થ-ઈસ્ટ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદભવશે જેને કારણે ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત ઉપર વરસાદ લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે આ ઉપરાંત વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત ઉપર મોટી આફત તોળાઈ રહી છે જેના કારણે સક્રિય થયેલી સિસ્ટમ કારણે ગુજરાત ઉપર ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ તો કચ્છમાં બે દિવસ ભારે વરસાદ વરસશે.

મિત્રો ગુલાબ વાવાઝોડુ હાલ ડિપ્રેશનમાં છે જે આગળ જતાં વેલમાર્ક લો-પ્રેશરમાં પરિવર્તિત થશે અને આ વાવાઝોડાને કારણે 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદ્ભવશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

મિત્રો ગુજરાતના દરિયાકિનારે ગુલાબ વાવાઝોડાની અસરને કારણે એક નવું વાવાઝોડું ઉત્પન્ન થશે તેવું અનુમાન છે. ગુલાબ વાવાઝોડાની સીસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈને અરબી સમુદ્ર તરફ આગળ વધે છે ત્યારે સમુદ્રની અંદર આ સિસ્ટમ ફરીથી વાવાઝોડાના રૂપમાં ફેરવાશે તેવું લાગી રહ્યું છે જો આ  સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત પામશે તો તેનું નામ હશે શાહીન વાવાઝોડું.

શાહીન વાવાઝોડું  1 ઓક્ટોબરથી અરબી સમુદ્રની અંદર સક્રિય થાય તેવુ હાલમાં જણાઈ રહ્યું છે પરંતુ રાહતની વાત એ છે કે આ શાહીન વાવાઝોડાની દિશા નલીયા થી કરાંચી અને ઓમાન તરફ હશે એટલે કે તે ગુજરાતને વધુ પ્રમાણમાં અસર નહીં કરે પરંતુ તેની અસર ખાસ કરીને કચ્છ, જામનગર અને દ્વારકા સુધી રહેશે જેથી દરિયાકિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે તેવું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે.

નલિયાના દરિયાકિનારે વાવાઝોડું આકાર લેશે તો તેની અસર ત્રણ દિવસ સુધી ગુજરાત ઉપર રહેશે જેથી કરીને ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો મિત્રો ગુલાબ વાવાઝોડાએ બદલ્યો છે પોતાનો રંગ હવે ગુલાબમાંથી બનશે શાહીન વાવાઝોડું.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.