ગુજરાત પર ગુલાબી શાહીન વાવાઝોડાનું સંકટ, યલો અને ઓરેંજ એલર્ટ જાહેર

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કાંઠે ટકરાયેલા ગુલાબ વાવાઝોડાની પોસ્ટ ઇફેક્ટના કારણે અરબી સમુદ્રમાં એક વધુ વાવાઝોડું આવવાનું છે જેનું નામ છે શાહિન વાવાઝોડું.

મિત્રો આ વાવાઝોડું 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ઉદભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારને અસર કરશે તેવી શક્યતા જણાઈ રહી છે.

મિત્રો ગુલાબ વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહ્યું છે અને તેની અસરને કારણે ગુજરાતમાં ભારેથી લઈને અતિભારે વરસાદ શરૂ થઇ ચૂક્યો છે જેની અસર આગામી ત્રણ દિવસ સુધી રહેશે પરંતુ જ્યારે આ ડિપ્રેશન ગુજરાતને પાર થઈને અરબસાગરમાં જશે ત્યારે તે ફરીથી વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે અને તેનું નામ રાખવામાં આવશે શાહીન વાવાઝોડું.

આ વાવાઝોડુ ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે કેમકે વાવાઝોડાની દિશા ગુજરાતથી ઓમાન તરફ હશે તેથી તે સમગ્ર ગુજરાતને અસર નહીં કરે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ આ ડિપ ડિપ્રેશન આગામી 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે જેના કારણે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લામાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડી શકે છે જેને કારણે 20 જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મિત્રો ગુજરાત રાજ્યના 20 જિલ્લામાં યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે જેમાં કચ્છ, જામનગર, દ્વારકા, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહીને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, અમરેલી, મહેસાણામાં અતિભારે વરસાદની આગાહીને કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

મિત્રો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી માટે  તમામ જિલ્લાના કલેકટરને આદેશ આપી દેવામાં આવ્યા છે.

આવતીકાલથી 30 સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે જેને લઈને જ્યાં પણ નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની શક્યતા હોય છે તેવા વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા સૂચના આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત લોકોને નદી, નાળા, તળાવમાં ન જવા સુચના આપવામાં આવી છે અને સ્થળાંતર અને રેસ્કયુ કામગીરી માટે એસડીઆરએફની અને એનડીઆરએફની ટીમોની ડીપ્લોય કરવામાં આવી છે અને જો ભારે વરસાદને કારણે કોઇ ઘટના ઘટે તો તુરત જ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને જાણ કરવાની રહેશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.