શહીદ હરીશસિંહ પરમાર આ રીતે લડ્યા આતંકીઓ સાથે, જુઓ વિડિયો

ભારત માતાની રક્ષા કાજે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના આર્મી જવાન હરીશસિંહ પરમાર શહીદ થયા છે.


25 વર્ષના આ જવાને નાની ઉંમરમાં શહીદી વહોરી લીધી છે તેનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ચૂક્યો છે સાથે સાથે 2500 ની વસ્તી ધરાવતું પોતાનું ગામ અને આજુબાજુના લોકો શોકમગ્ન બન્યા છે.

હરીશસિંહ પરમાર જમ્મુ-કાશ્મીરના મછલ સેક્ટર પાસે આતંકીઓ સાથે લડાઈમાં શહીદ થયા છે. તે 2016માં આર્મીમાં જોડાયા હતા.

જમ્મુ-કાશ્મીરમાં આર્મી સેના અને આતંકીઓ વચ્ચે ઘણા દિવસથી અથડામણ ચાલી રહી હતી જેમાં છઠ્ઠા દિવસે ભારતના 9 જવાનો શહીદ થયા હતા સાથે સેનાએ 13 જેટલા આતંકીઓને ઠાર કર્યા હતા.

હરીશ પરમારના પિતા રાઘાભાઇ પરમારે જણાવ્યું કે શનિવારે બપોરના 12 વાગ્યાના અરસામાં જમ્મુથી ભારતીય સૈન્યના મેજરનો ફોન આવ્યો હતો કે હરિશસિંહ શહીદ થઈ ગયા છે જે સાંભળતા જ હું ભાંગી પડ્યો હતો સાથે મને ગૌરવ પણ થયું કેમ મારા દીકરાએ માં ભોમની રક્ષા કાજે શહીદી વહોરી લીધી છે.

જવાનની શહીદીના સમાચાર મળતાં જ આખું ગામ શોકમગ્ન થઇ ગયું હતું અને આજુબાજુના ગામના લોકો તેમના પરિવારને સાંત્વના આપવા માટે આવી પહોંચ્યા હતા.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.