રાજ્યમાં ધોરણ 1 થી 12 ની સ્કૂલો શરૂ થવાને લઈને શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત, વિદ્યાર્થીઓ ખાસ જુઓ

મહારાષ્ટ્રમાં ધોરણ 1 થી 12 ની સ્કૂલો 24મી જાન્યુઆરીથી ખોલવાની રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આપણે જાણીએ છીએ કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે અને સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે.

પરંતુ છેલ્લા થોડા દિવસથી મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેથી હવે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની દિશામાં પગલાં ભરાઇ રહ્યા છે.

મહારાષ્ટ્ર શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે એવી જાહેરાત કરી છે કે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો આવી રહ્યો છે જેને કારણે 24મી જાન્યુઆરીથી ધોરણ 1 થી 12 ની સ્કૂલો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.

વર્ષા ગાયકવાડે જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાની એસપી અનુસાર ધોરણ 1 થી 12 ની સ્કૂલો ખોલવામાં આવી રહી છે.

કોરોનાકાળમાં વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

24મી જાન્યુઆરી પ્રિ પ્રાઇમરિ સ્કૂલ ખોલવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્ર શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં વિવિધ સ્થળોએ કોરોનાની સ્થિતિ અલગ અલગ હોવાથી તરત જ સારા ખોલવામાં આવે તેવી ટાસ્ક ફોર્સ અને વાલીઓ પણ સતત માંગ કરી રહ્યા હતા.

જેને કારણે સ્થાનિક સ્તરે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત વહીવટી તંત્ર બાળકોના સ્વાસ્થ્ય અને માતા પિતાની સંમતિ અનુસાર નિર્ણય લેશે.

મિત્રો મહારાષ્ટ્રમાં કોરોના કેસો વધતા 8 જાન્યુઆરીએ સ્કૂલો બંધ કરવામાં આવી હતી અને ત્યારે રાજ્ય સરકારે 15 ફેબ્રુઆરી સુધી સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરી હતી.

પરંતુ કોરોના કેસમાં અચાનક મોટો ઘટાડો આવતા ફરીવાર સ્કૂલો શરૂ કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

મિત્રો ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે અને સ્કૂલો પણ હાલમાં બંધ છે ત્યારે ગુજરાતમાં સ્કૂલો ફરીથી શરૂ થવી જોઈએ કે નહીં તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.