સ્કૂલોમાં તાળાબંધી : ધોરણ 1 થી 9 અને 11 ની શાળાઓ બંધ! વિદ્યાર્થીઓ ખાસ જુઓ

મિત્રો આપણે જાણીએ છીએ કે કોરોનાનો નવો વેરિએન્ટ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે.

ત્યારે ભારત દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધુ પ્રમાણમાં છે અને તેમાં પણ મુંબઈ શહેરમાં કોરોના ફફડાટ બોલાવી રહ્યો છે.

આવી સ્થિતિમાં બાળકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે બીએમસીએ મોટો નિર્ણય લીધો છે.

કોરોનાનું સંક્રમણ વધતા બીએમસી અધિકારીઓએ એક મોટી બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં બધા અધિકારીઓ સ્કૂલો બંધ રાખવા માટે સંમત થયા હતા.

અને જે પછી ધોરણ 1 થી 9 અને 11 માં ધોરણની સ્કૂલ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત રાજ્ય સરકારે માત્ર ધોરણ-10 અને ધોરણ-12 ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

કેમ કે આગામી થોડા સમયમાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે એટલા માટે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને માતા પિતાની સંમતિ લઈને સ્કૂલે બોલાવવામાં આવશે.

આ ઉપરાંત મુંબઈમાં 18 વર્ષ સુધીના બાળકોને રસીકરણ શરૂ થઈ ગયું છે.

કુલ નવ રસીકરણ કેન્દ્રો ઉપર બાળકોને રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત મહારાષ્ટ્રનાં ડેપ્યુટી સીએમ અજિત પવારે ફરી એકવાર Lockdown ના સંકેત આપી દીધા છે.

તેમણે કહ્યું કે શાળા અંગે નિર્ણય લેવાની વાત પણ કરી હતી જે બાદ ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ની શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.