કોરોનાના કેસો વધતા સ્કૂલો બંધ કરવા અંગે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન

મિત્રો ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે.

ખાસ કરીને શાળામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેને લઇને વાલીઓ અને શિક્ષણ મંડળ ખૂબ જ ચિંતિત છે.

રાજ્યની અનેક શાળાઓમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે ત્યારે આ સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવશે કે નહીં એ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો.

સ્કૂલો બંધ રાખવા અને લઈને શિક્ષણ મંત્રીએ કહ્યુ કે હાલમાં રાજ્યમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારના શિક્ષણની વ્યવસ્થા છે પણ ચોકસાઈ રાખવી ખૂબ જ જરૂરી છે.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે રાજ્યની શાળાઓમાં હાલ ઓફલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે.

જ્યાં નિયમોનું પાલન ન થતું હોય ત્યાં કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે અને અને જે સ્કૂલો નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે પગલાં ભરવામા પણ આવશે.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે ભારતની બાળકો માટેની રસી ખૂબ જ સેફ છે અને મને સંપૂર્ણ ભરોસો છે કે બાળકોને રસી આપવાનો ટાર્ગેટ આપણે નિયત સમયમાં પૂરો કરીશું.

આ ઉપરાંત તેમણે જણાવ્યું છે વાલીઓએ ડરવાની જરૂર નથી પરંતુ લડવાની જરૂર છે. ગયા વખતનો સમય અને આ વખતનો સમય અલગ છે.

આવી રીતે ગુજરાત સરકાર શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેશે કે નહીં એ મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રીએ ગોળ ગોળ ઘુમાવીને જવાબ આપ્યો હતો.

મિત્રો તમારું શું મંતવ્ય છે કે ગુજરાતમાં શાળાઓ બંધ થવી જોઈએ કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.