સૌરાષ્ટ્રમાં થયો ચમત્કાર : ગુજરાતના આકાશમાં દેખાય ઉડતી ટ્રેઈન, જુઓ વિડિયો

મિત્રો ગુજરાતના આકાશમાં ઘણા સમયથી ખગોળીય ઘટનાઓ નજરે પડે છે જેમાં ક્યારેય આકાશમાંથી અગનગોળા નીચે આવતા જોવા મળે છે તો ક્યારેક એલિયન્સની પણ ઘટના જોવા મળે છે.

મિત્રો ગઈ કાલે રાત્રે વધુ એક ઘટનાએ લોકોને ચોંકાવી દીધા હતા. સૌરાષ્ટ્રના આકાશમાં એક સાથે લાઈનમાં ચળકતી લાઈટો દેખાઈ હતી જાણે કે આકાશમાંથી કોઈ ટ્રેઈન નીકળી હોય.

રાજ્યના અમરેલી, ગીર-સોમનાથ, માંગરોળ, રાજુલા, સાવરકુંડલા, જૂનાગઢ, કેશોદ સહિત અનેક વિસ્તારોમાં આ પ્રકારનો નજારો જોવા મળ્યો હતો.

8:30 આજુબાજુ જુનાગઢ સહિતના વિસ્તારોમાં આકાશમાં એક જ લાઈનમાં અનેક લાઇટો દેખાતી હતી અને આ લાઈટો દેખાતા જ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.

મિત્રો આ પ્રકારની ખગોળીય ઘટના સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં દેખાઈ હતી અને લોકોમાં ભારે ચર્ચા જાગી છે કારણ કે થોડા સમય અગાઉ જ આકાશમાં અગનગોળો પણ જોવા મળ્યો હતો ત્યારે પણ આકાશમાં ચમકતો પદાર્થ જોવા મળતા લોકો એ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી.

આ ઉપરાંત એક વિડીયો દરિયાના માછીમારે પણ ઉતાર્યો છે અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

મિત્રો આ પ્રકારની ઘટના મહારાષ્ટ્રના પુણેના આકાશમાં પણ જોવા મળી હતી અને ત્યાંના એક વ્યક્તિએ દાવો કર્યો છે કે આ સ્ટારલિંક ઉપગ્રહ છે.

એલન મસ્કની કંપની સ્પેસએક્સ એ શુક્રવારે જ એક સ્ટારલિંક લોન્ચ કર્યું છે અને તેની કંપની આ અઠવાડિયામાં નવો રેકોર્ડ બનાવવા જઇ રહી છે. કંપની 3 લોન્ચ પેડ થી ત્રણ દિવસમાં ત્રણ રોકેટ લોન્ચ કરીને હેટ્રિક બનાવવા જઇ રહી છે.

મિત્રો તમે પણ આ પ્રકારની ઘટના આકાશમાં જોઈ છે કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.