આ ચાર રાશિ ઉપર ભારી પડી શકે છે શનિદેવની ઉંધી ચાલ, થશે આર્થિક નુકસાન

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ ગ્રહની ઉંધી ચાલ માણસના જીવન ઉપર સીધી અસર કરે છે કારણ કે ગ્રહો અને નક્ષત્રોનો સીધો સંબંધ જીવન સાથે સંકળાયેલો હોય છે.

આ વર્ષે ઘણા બધા ગ્રહો પોતાની ચાલ બદલશે જેમા ન્યાયના દેવતા શનિદેવનો પણ સમાવેશ થાય છે.

શનિ 5 જુનથી ઉંધી ચાલ શરૂ કરશે જે 23 ઓક્ટોબર સુધી રહેશે. શનિની વક્ર એટલે કે ઉંધી ચાલથી સૌથી વધારે ચાર રાશિના લોકો ઉપર અસર થશે.

કર્ક રાશિ :

શનિની વક્ર ગતિ કર્ક રાશિના લોકો પર વધારે અસર કરશે. શનિની વક્ર અવસ્થા સમયે નોકરી રોજગારના સ્થળ ઉપર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

હકીકતે કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે અને ચંદ્ર અને શનિની વચ્ચે શત્રુતા રહેલી છે જેને કારણે આ રાશિના લોકોને ખાસ સાવધાની રાખવાની જરૂર છે. ધન સાથે જોડાયેલ મામલાને લઈને સતર્ક રહેવું જરૂરી છે.

સિંહ રાશી :

શનિની વક્ર ગતિને કારણે સિંહ રાશિના લોકોને કારણ વગરના ખર્ચા કરવા પડી શકે છે અને સ્વાસ્થ્ય પણ બગડી શકે છે જેથી ભોજનમાં ખાસ ધ્યાન રાખો.

આ ઉપરાંત કાર્યસ્થળ પર સફળતા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

વૃષીક રાશિ :

વૃષીક રાશિના જાતકોને શનિની ઉંધી ચાલથી ઘણી મુશ્કેલીઓ પડી શકે છે.

શનિના વક્ર થયા બાદ આર્થિક સ્થિતિ બગડી શકે છે.

વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. મંગળ અને શનિની વચ્ચે શત્રુતાનો ભાવ રહે છે જેને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

મકર રાશિ :

શનિની વક્ર ગતિને કારણે મકર રાશિના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ રાશિના લોકોને મિત્રો પાસેથી કષ્ટ થઇ શકે છે અને કાર્યસ્થળની જગ્યા પર વધારે પરેશાની આવી શકે છે.

આ ઉપરાંત લક્ષ્ય પ્રાપ્તિમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. પગ સાથે સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.