સતાધારમાં આવેલા પાડાના ફોટાને સ્પર્શ કરીને આશીર્વાદ મેળવો અને “જય આપાગીગા” લખીને શેર કરો

મિત્રો જુનાગઢથી આશરે 55 કિલોમીટર દૂર સતાધાર નામનું એક ધામ આવેલું છે. સતાધાર એટલે આપાગીગાનો ઓટલો.

મિત્રો સતાધારની આ પવિત્ર ભૂમિ ઉપર કેટલા બધા સંતો થઈ ગયા જેમણે આ પાવન ધરતી પરથી સેવા કરીને સતાધારનું નામ ભારતભરમાં ભમતું કર્યું છે.

આજે મિત્રો આપણે સતાધારમાં પ્રખ્યાત એવા એક પશુ કે જેને ચમત્કારિક પાડાપીર કહેવામાં આવે છે તેના વિશે જાણીશું.

કથા પ્રમાણે ભાવનગર વિસ્તારમાં સોરઠીયા આહિર રામ તેના મોટાભાઇ મુળુ આહીર અને ભાભી સોનબાઈ જોડે રહેતા હતા. અચાનક મોટાભાઈનું અવસાન થઈ જતા સમાજના લોકોએ બંનેની ઉંમરને ધ્યાનમાં લઈને સોનબાઈની દેવરવટુ રામ આહીર સાથે કરવાનું નક્કી કર્યું.

પરંતુ રામ આહિરને આ વાત ઉચિત લાગી નહીં એટલા માટે તેમણે એક સમર્પણ ભાવથી થોડી ભેંસો લઈને ગાંડી ગીર બાજુ નીકળી પડ્યા અને તેઓ આંબાજર નદીને કાંઠે કે જ્યાં હાલમાં સતાધાર આવેલું છે ત્યાં પહોંચી ગયા.

સતાધાર જઈને તેઓ શામજીબાપુને વિનંતી કરે છે કે મને અહીં તમે આશરો આપો. હું મારી ભેંસો સાથે અહીં રહીશ અને આપના પવિત્ર ધામની સેવા કરીશ.

રામ આહીર પાસે જે ભેંસો હતી તે ભોજપુરી ભેંસો હતી. રોજ તેમનું પહેલું દૂધ સતાધારમાં ચઢે અને ત્યારબાદ તેની કૂખેથી એક પાડાનો જન્મ થયો હતો.

મિત્રો આ પાડો અન્ય પાડાઓ કરતા અલગ જ હતો. જાણે તમે ગીરનો સાવજ જોઈ લો, તેમનું કદાવર શરીર, ભારે તાકાતવર પ્રાણી તો વળી તેમની આ અદભુત દેહ રચનામાં વધારો કરતા મોટા મોટા શીંગડા.

મિત્રો એક વાર એવું બન્યું કે સાવરકુંડલાના નેસડી ગામના લોકો પોતાની ભેંસની ઓલાદો સુધારવા માટે સારા પાડાની શોધમાં હતા ત્યારે તેમને જાણવા મળ્યું કે સતાધારમાં એક કદાવર અને તાકાતવાર પાડો છે એટલે લોકો ત્યાં આવીને શામજી બાપુને આ પાડા માટે વિનંતી કરવા લાગ્યા.

ત્યારે શામજી બાપુએ તેમને કહ્યું કે તે પાડો નથી પણ અમારો દીકરો છે. દીકરો કોઈ દિવસ કોઈને અપાય નહીં. ત્યારે ગામ આખાએ બાપુને આજીજી કરી અને મનાવી લીધા અને કહ્યું કે અમે અમારા દીકરાની જેમ જ સાચવીશું.

શામજી બાપુ એ તે પાડાને ભીની આંખે વિદાય આપી અને પાડાની જવાબદારી ગામવતી હમીરભાઈ કોળીએ લીધી હતી.

થોડો સમય પસાર થયો અને હમીરભાઇનું અવસાન થયું એટલે પાડાને કોઇ સાચવનાર રહ્યું નહીં એટલે ગામના એક માણસે પાડાને 500 રૂપિયામાં સાવરકુંડલામાં વેચી દીધો અને તે વ્યક્તિએ મુંબઈના કતલખાનામાં તે પાડાને 5000 રૂપિયા આપી દીધો.

મિત્રો કતલખાના માલિકે આ પાડાને જોઈને નવાઈ પામીને કહ્યું કે અત્યાર સુધીમાં મેં ક્યારેય આવું પ્રાણી જોયું નથી.

ત્યારબાદ તેને કાપવા માટે જેવી કરવત મુકવામાં આવે છે કે કરવત તૂટી જાય છે, એકવાર નહિ પણ ત્રણ વાર બન્યું અને છેલ્લી વાર તો માલિકને ઈજા થાય છે અને તેને દવાખાને લઈ જાય છે.

મિત્રો રાત્રે તે વ્યક્તિના દીકરાના સ્વપ્નમાં એક સંત પુરુષ આવે છે અને કહે છે કે તમારે ત્યાં અમારો પાડો આવેલો છે. તે પાછો અમારી જગ્યાએ પહોંચાડી દો.

તેણે તેમના પિતાને વાત કરી અને આ પાડાને સાવરકુંડલા પાછો લાવવામાં આવે છે અને ત્યાંથી સતાધાર લાવવામાં આવે છે ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે.

મિત્રો આ વાતની નોંધ એ વખતે છાપામાં પણ પ્રકાશિત કરવામાં આવી હતી તે દિવસથી આ પાડો સતાધારના સંતોની સાથે પાડાપીર તરીકે પૂજાય છે.

શ્રાવણ સુદ બીજને બુધવારે 21 જુલાઈ 1993 ની સવારે 6:30 કલાકે પાડો રામચરણ પામે છે. હાલમાં ત્યાં પાડાપીરની પ્રતિમા આવેલી છે અને લોકો શ્રદ્ધાથી ત્યાં આવે છે અને આખડી રાખે છે અને તે પૂરી પણ થાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.