રાજકોટ નજીક ગંભીર અકસ્માતમાં સરપંચનું મોત, હાથ કપાઈ ટ્રકમાં ચોંટી ગયો!

મિત્રો એક ગમખ્વાર અકસ્માતમાં એક સરપંચનું મોત થયુ છે.

આ એક્સિડન્ટ રાજકોટ જિલ્લામાં ઈનોવા કાર અને ટ્રક વચ્ચે થયુ હોવાનું સામે આવ્યું છે.

આ અકસ્માતમાં સૂર્ય રામપરા ગામના સરપંચ અશોકભાઈ ઝાલાનું મૃત્યુ થયું છે.

ગામના સરપંચ અને ઘરના મોભીનું મૃત્યુ થતાં જ તેમના ત્રણ સંતાનોને પિતાની છત્ર છાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી અનુસાર સૂર્ય રામપરા ગામના સરપંચ કુવાડવા ખાતે તેમની માતા માટે ઓક્સિજનનો બાટલો લેવા માટે ગયા હતા.

કોરોના સંક્રમિત તેમની માતા માટે ઈનોવા કાર લઈને ઓક્સિજનનો બાટલો લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે કુવાડવાથી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રાણપુર નજીક આર.કે ઇન્ડસ્ટ્રીયલ નજીક અકસ્માત થયો હતો.

અકસ્માતમાં સામેથી આવતા ટ્રકને ટકરાઇ જતાં તેમની કાર ધડાકાભેર દિવસ સાથે અથડાઈ હતી જેના કારણે અશોકભાઈ ઝાલાને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી.

અને પછી તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

જે લોકોએ આકસ્માત જોયો છે તેને જણાવ્યું છે કે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી ટ્રક બહાર નીકળ્યો ત્યારે અશોકભાઈએ પોતાની ઈનોવા કાર તારવીને હંકારી હતી.

પરંતુ ટ્રકનો પાછળનો ભાગ ડ્રાઈવર સાઈડમાં આવી જતા અશોકભાઈનો હાથ ખેંચાઈ ગયો હતો અને ટ્રકમાં ચોટી ગયો હતો.

આકસ્મિક બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

કુવાડવા પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.એન. ચુડાસમા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી પણ હાથ ધરી હતી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.