સાપુતારા ખીણમાં સુરતની 50 મુસાફરો ભરેલી ખાનગી બસ ખાબકી, બે મહિલાઓના મોત

મિત્રો ડાંગ જિલ્લાના સાપુતારા નજીક માલેગાવ ઘાટ રોડ ઉપર વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.

ત્યારે ફરી એકવાર શનિવારે મોડી સાંજે એક સુરતની ખાનગી બસ સાપુતારાની નજીક ખીણમાં પડી હતી અને આ બસમાં 50થી પણ વધારે મુસાફરો સવાર હતા આ બધા મુસાફરોની અંદર મહિલાઓ હતી.

આ બસ દુર્ઘટનામાં બે મહિલાઓના મોતના સમાચાર મળ્યા છે જ્યારે પાંચ જેટલી મહિલાઓને નાની-મોટી ઇજાઓ અને ઇજાગ્રસ્ત બે મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આ ઉપરાંત 50 મહિલાઓને બચાવી લેવામાં આવી છે.

આ દુર્ઘટના ઘટતા જ ત્યાંના સ્થાનિક લોકો અને આસપાસના લોકો મદદ કરવા માટે આવી પહોંચ્યા હતા.

આ ઉપરાંત પોલીસ સહિતની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કરીને તમામ મહિલાઓને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જણાવ્યું કે ગુજરાતના ડાંગ ના સાપુતારા પાસે જે બસ દુર્ઘટનામાં બે મહિલાના મોત થયા છે જ્યારે 50 મહિલાઓને બચાવી લેવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે બસનું ટાયર ફાટતાં આ પ્રકારનો અકસ્માત સર્જાયો હતો.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ગરબા ક્લાસીસના સભ્યો 5 બસ લઈને સાપુતારાના પ્રવાસે ગયા હતા.

આ અકસ્માત થતા બસ ખીણમાં ખાબકી હતી અને ખીણ વિસ્તારમાં વીજ પુરવઠો ન હોવાને કારણે રેસ્ક્યુ કામગીરીમાં પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી.

અકસ્માતની અંદર સુરક્ષિત લોકોને અન્ય બસ દ્વારા સુરત લાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.