યુદ્ધનું મૂળ કારણ જ સમાપ્ત, હવે નહીં થાય યુદ્ધ? જાણો સંપૂર્ણ માહિતી

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે યુક્રેન માટે નાટો સદસ્યતાની માંગને લઇને હવે તેઓ જોર કરી રહ્યા નથી.

રાષ્ટ્રપતિએ તે સંવેદનશીલ મામલો ગણાવ્યો હતો અને કહ્યું કે રશિયન હુમલાનું એક કારણ આ પણ છે.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે નાટો તરફથી યુક્રેનને સ્વીકારવા માટે અસહમતી ના સંકેતો મળ્યા બાદ મેં આ બાબત ઉપર ઘણા સમય પહેલાં જ વિચારવાનું બંધ કરી દીધું હતું.

રાષ્ટ્રપતિ એ “હાઉસ ઓફ કોમન્સ”માં બ્રિટિશ સાંસદોને સંબોધિત કરતા કહ્યું કે યુક્રેનીઓ પોતાનો દેશ નથી ગુમાવવા માગતા.

અને જે રીતે નાઝીઓના હુમલા દરમિયાન અંગ્રેજો પોતાનો દેશ ગુમાવવા નહોતા માંગતા એ જ રીતે અમે પણ અમારો દેશ ગુમાવવા નથી માંગતા.

મિત્રો તમને જણાવી દઈએ કે યુક્રેનમાં “નો ફ્લાય ઝોન” લાગુ કરવાને લઈને નાટોએ ના કહી દીધી છે જેના પર યુક્રેનના રાષ્ટ્રપતિ ભડકી ગયા હતા.

રાષ્ટ્રપતિએ નાટોના આ નિર્ણયની નિંદા કરતા કહ્યું કે હવે રશિયાને યુક્રેનના શહેરો અને ગામડાઓ પર બોમ્બમારો વરસાવવાની હવેની પરવાનગી મળી ગઈ છે.

આ ઉપરાંત નાટો આ વાતથી અવગત છે કે રશિયા હવે વધારે હુમલો કરશે તેમ છતાં તેને જાણી જોઇને આ પ્રકારનો નિર્ણય લીધો છે.

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે જો નાટોના આ નિર્ણય બાદ યુક્રેન નહીં બચે તો સમગ્ર યુરોપ પણ બરબાદ થઈ જશે.

મિત્રો તમારી જાણ ખાતર યુક્રેનની રાજધાની કિવ સહિત ઘણા શહેરોને રશિયન સેનાએ ઘેરી લીધા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.