સૌથી મોટો રોપ વે અકસ્માત / 2000 ફૂટની ઊંચાઈ અનેક લોકો ફસાયા, ઘણા લોકોના મોતના અહેવાલ

મિત્રો ઝારખંડના દેવધરમાં રોપવે અકસ્માત સર્જાયો છે.

આ અકસ્માતમાં ઇન્ડિયન એર ફોર્સ હવામા લટકેલા લોકોને બચાવવાની કોશિશ કરી રહી છે, અત્યાર સુધીમાં 23 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે પરંતુ હજુ પણ 30 જેટલા લોકો હવામાં અધ્ધર બે હજાર ફૂટની ઊંચાઈ પર લટકી રહ્યા છે.

ઝારખંડના દેવધરમાં થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં બે મહિલાઓના મોત થઇ ચુક્યા છે અને રેસ્ક્યુ વર્ક ચાલી રહ્યું છે અને 23 લોકોને સુરક્ષિત બહાર કાઢી શકાયા છે.

પરંતુ હજુ પણ 30 જેટલા લોકો હવામાન ટ્રોલીમાં ફસાયેલા છે.

ત્રિકૂટ રોપવે અકસ્માતમાં ફસાયેલા તમામ લોકો ને સહી-સલામત બહાર કાઢવા ભારતીય સેનાના જવાનો હેલિકોપ્ટર દ્વારા મદદ કરી રહ્યા છે.

આ લોકોને હેલિકોપ્ટર મારફતે બિસ્કીટ તથા પાણીના પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે.

જાણવા મળ્યું છે કે દેવગનના ત્રિકૂટ પર્વત ઉપર એક તાર તૂટી જવાને કારણે આ અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માતમાં જીવ ગુમાવનાર એક મહિલાની ઓળખ 40 વર્ષની સુમતિ દેવી તરીકે થઈ છે.

મિત્ર રવિવારના રોજ રામ નવમીના અવસરે સેકન્ડો લોકો ફરવા માટે આવ્યા હતા અને ટ્રોલીમાં બેઠા હતા.

અચાનક જ રોપવે ટ્રોલીઓ એકબીજા સાથે અથડાય જેને કારણે આ અકસ્માત સર્જાયો છે.

એક પ્રત્યક્ષદર્શી જણાવ્યું કે આ અકસ્માત થયો તે વખતે એક ટ્રોલી ઉપર જઈ રહી હતી અને બીજી ટ્રોલી નીચે આવી રહી હતી તે દરમિયાન બન્ને ટ્રોલી એક બીજાના સંપર્કમાં આવી જવાના કારણે ટક્કર થઈ હતી અને આ અકસ્માત સર્જાયો.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ટ્રોલીઓ ટકરાયા બાદ અન્ય ટ્રોલીઓ પણ પોતાની જગ્યાએથી હટી ગયેલ જેના કારણે તે પણ પથ્થર સાથે અથડાઈ હતી.

અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને સારવાર માટે દેવધરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મિત્રો ત્રણ શિખરોનો પર્વત હોવાને કારણે આ પર્વતનું નામ ત્રિકૂટ પર્વત છે, દેવધરથી લગભગ 13 કિલોમીટર દુમકા રોડ ઉપર આવેલો છે જ્યાં પર્યટન માટે રોપવે છે. ત્રિકૂટ રોપવે ભારતની સૌથી ઊંચી રોપ વે સર્વિસ છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.