આજથી બેસે છે રોહિણી નક્ષત્ર : મીની વાવાઝોડું અને કરા સાથે પડી શકે છે વરસાદ !!

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે આવતીકાલથી એટલેકે 25/5/2022 અને બુધવારથી રોહિણી નક્ષત્ર બેસે છે.

25 તારીખથી સુર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે. વૈશાખ મહિનામાં નૌતપા રહેશે.

આ વખતે 25 મેથી નૌતપા શરૂ થશે. નૌતપામાં ખૂબ જ ગરમી પડતી હોય છે.

સૂર્ય જ્યારે રોહીણી નક્ષત્રમાં આવે છે ત્યારે નૌતપા શરૂ થાય છે, લગભગ 15 દિવસ સુધી સૂર્ય રોહિણી નક્ષત્રમાં જ રહે છે. આ વર્ષે 25 મેથી નૌતપા શરૂ થશે જે 2 જૂન સુધી રહેશે.

રોહિણી નક્ષત્રના શરૂઆતના નવ દિવસ નૌતપા રહે છે. સૂર્યની ગરમી અને રોહિણીના જળ તત્વને કારણે ચોમાસુ ગર્ભમાં પ્રવેશે છે અને નૌતપાને ચોમાસાનો ગર્ભકાળ માનવામાં આવે છે.

સૂર્ય જયારે રોહીણી નક્ષત્રમાં હોય છે તે સમયે ચંદ્ર 9 નક્ષત્રમાં ભ્રમણ કરે છે તેથી તેને નૌતપા કહેવામાં આવે છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પ્રમાણે આ સમય દરમિયાન સૂર્યના કિરણો સીધા પૃથ્વી ઉપર પડે છે જેને કારણે પૃથ્વી પર તાપમાન વધે છે.

નૌતપા દરમિયાન અતિશય ગરમીને કારણે મેદાની વિસ્તારોમાં નીચા દબાણનો વિસ્તાર બને છે અને દરિયાના મોજાઓ આકર્ષાય છે અને સારો વરસાદ થવાની સંભાવના બને છે.

આ વખતે સૂર્ય 25મી મેંના બુધવારના રોજ 02:55 વાગ્યે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે એટલે કે રોહિણી (રોણ) નક્ષત્રની શરૂઆત થશે જે 7 જૂન 2022 સુધી રહેશે.

રોહિણી નક્ષત્રમાં એક કહેવત છે કે “નૌતપા” જેટલા તપે (નવ દિવસ તડકો જેટલો વધુ પડે) તેટલું ચોમાસુ સારું રહે.

નૌતપા દરમિયાન લોકોએ ગરમી કરતાં વધુ સજાગ રહેવાની જરૂર છે.નૌતપા સમયે સુર્યનાં કિરણો સીધા જ પૃથ્વી ઉપર પડે છે જેને કારણે ગરમી વધી જાય છે.

આવા હવામાનમાં તોફાન અને વાવાઝોડાનો ભય પણ વધુ રહે છે. આ ઉપરાંત આ નક્ષત્રની ખાસિયત છે કે જો આમાં વરસાદ પડે તો મીની વાવાઝોડા અને તીવ્ર કડાકા ભડાકા અને કરા સાથે પડે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.