આ મંદિરમાં પાણીની જેમ વહે છે શુદ્ધ ઘીની નદીઓ, જાણો ક્યાંથી આવે છે આટલું ઘી??

કહેવામાં આવે છે કે ભારતની ભૂમિ સાધુ સંતોની ભુમી છે અને આ ભૂમિમાં ઘણા બધા રહસ્યો રહેલા છે.

આપણો દેશ વિવિધતામાં એકતાનું પ્રતિક છે કેમ કે ભારતમાં અલગ-અલગ ધર્મના લોકો હળી મળીને એક સાથે રહે છે.

આ ઉપરાંત ભારતમાં ઘણા બધા પ્રાચીન મંદિરો પણ આવેલા છે જેના કારણે દેશને મંદિરોનો કિલ્લો પણ કહેવામાં આવે છે.

મિત્રો જ્યારે આપણે મંદિરે દર્શન કરવા જઈએ છીએ ત્યારે દાનપેટીમાં આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અચુક દાન કરીએ છીએ.

મંદિરોમાં દાન કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એવું કહેવાય છે કે મંદિરમાં દાન કરવાથી ભગવાન ખુશ થાય છે.

આપની મનોકામના પૂર્ણ કરે છે. લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે નાનું મોટું દાન કરે છે. ભારતમાં એવા પણ મંદિર છે જ્યાં રોજેરોજ સોના-ચાંદીના દાન કરવામાં આવે છે.

મિત્રો લોકો પોતાની માનતા પૂર્ણ થાય ત્યારે પોતાની માનતા પ્રમાણે રૂપિયાનું અને સોના ચાંદીનું દાન કરે છે પણ મિત્રો આજે આપણે વાત કરીશું એવા મંદિર વિશે જ્યાં દાન કંઈક અલગ જ થાય છે.

ગુજરાતના ગાંધીનગરના રૂપાલ ગામમાં એક પ્રખ્યાત મંદિર આવેલું છે જ્યાં બિરાજમાન છે વરદાયિની દેવી.

આ મંદિરે ભક્તજનો પોતાની માનતા પૂર્ણ થાય પછી આખા મંદિરને ઘીથી ધોઈ નાખે છે.

જ્યારે મંદિરને ઘી દ્વારા ધોવામાં આવે છે ત્યારે મંદિરમાં ઘીની નદી વહેતી હોય એવું જોવા મળે છે.

નવરાત્રિના નવમાં નોરતે અહીં એક લાકડાનો રથ આખા ગામમાં ફરે છે. આ રથ ઉપર પાંચ જગ્યાએ અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે અને આ રથને જોવા માટે આસપાસમાંથી એટલા બધા લોકો આવે છે કે ગામમાંથી રથને મંદિર સુધી પહોંચતા લગભગ 10 કલાકનો સમય લાગે છે.

મિત્રો જે ભક્તજનો રથ ઉપર બિરાજમાન માતાજીના દર્શન કરે છે તે પોતાની ક્ષમતા અનુસાર શુદ્ધ ઘીનો પ્રસાદ રથ ઉપર ચડાવે છે

આ ઉપરાંત લોકોનું માનવું છે તે આ અશુદ્ધ ગણાતી જમીનને માતાજીનો આ રથ સ્પર્શવો ના જોઈએ એટલા માટે લોકો રથ ઉપર ઘી ચડાવે છે જેના કારણે રથનો નીચેનો ભાગ સંપૂર્ણપણે જમીન પરથી ઘીની અંદર ડૂબેલો રહે છે જાણે કે ઘીનું પુર આવ્યું હોય.

વર્ષ 2014માં ભક્તજનો દ્વારા આ રથને આશરે સાડા પાંચ લાખ કિલો ઘી અર્પણ કરવામાં આવ્યું હતું અને અર્પણ કરવામાં આવેલા આ ઘીની કિંમત આશરે 16 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

આ ઉપરાંત આ મંદિરને ઘીથી ધોવાની પરંપરા જૂની છે એવું માનવામાં આવે છે કે મંદિરને ઘીથી ધોવાથી દેવી વરદાયિનીનો આશીર્વાદ વરસે છે.

આવું કરવાથી મંદિરની પવિત્રતા જળવાઈ રહે છે અને ભક્તોના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.