અહીં બેઠા છે રિસાયેલા ગણપતિજી, મંદિર નથી પરંતુ હાથમાં લાડુની ટોકરી લઈને બેઠેલા વિઘ્નહર્તાની પૌરાણિક મૂર્તિના દર્શન

મિત્રો આજે આપણે એક ગણપતિ બાપા કે જે રિસાયેલા હોય તેના વિશે વાત કરીશું. ગુજરાત રાજ્યના હાલોલ તાલુકાના ડેસર ગામના જંગલમાં રીસાયેલા ગણપતિજી બિરાજમાન છે.

એવું કહેવામાં આવે છે કે ભગવાન ગણેશ પોતાના હાથમાં લાડુંની ટોકરી લઈને બેઠા છે અને ભગવાન ગણેશની આ પુરાણીક મૂર્તિ છે.

આ ગણપતિને મોદક ગણપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડેસર અને પાંચ ખોબલા ગામના જંગલમાં આવેલી ભગવાન ગણેશની આ મૂર્તિ અનેક ભક્તો માટે આસ્થાનું પ્રતિક બની ગયું છે.

એવું કહેવામાં આવે છે કે ભગવાન ગણેશ પોતાના ભક્તોને મનવાંછિત ફળ આપતા હોવાથી આજુબાજુના ગામથી અને દૂર દૂરના શહેરોમાંથી લોકો દર્શન કરવા માટે આવે છે.

મિત્રો ભગવાન ગણેશજીનું આ મંદિર દશરથ તળાવની કિનારે આવેલું છે અને મોદક ગણેશ વિશે એક દંતકથા પણ જોડાયેલી છે.

લોકવાયકા પ્રમાણે ભગવાન શંકરના સૌથી મોટા પુત્ર કાર્તિકેયના લગ્ન અહીંયા થયા હતા જ્યારે ભગવાન શંકર પોતાના પુત્રના લગ્નની જાન લઈને આવ્યા હતા ત્યારે થોડો સમય વિશ્રામ કરવા માટે અહિયાં રોકાણા હતા અને ત્યારબાદ અહીંયાથી જાય છે.

પરંતુ ભગવાન ગણેશજીને ભૂખ લાગતાં તેઓ પોતાના હાથમાં લાડું ટોકરી લઈ લે છે ત્યારે કેટલાક દેવતાઓ તેમને જોઈને તેમની મજાક ઉડાવે છે અને તે જોઈને ભગવાન ગણેશ નારાજ થઈને બેસી જાય છે અને લગ્નમાં જવાનો ઇનકાર કરે છે.

બધા તેમને ખૂબ જ સમજાવે છે પરંતુ ભગવાન ગણેશ નથી  માનતા અને લગ્નમાં જતા નથી ત્યારે બધા દેવોએ તેમને આશીર્વાદ આપ્યા કે તમે અહીંયા લાડુની ટોકરી સાથે પૂજાશો.

એવું પણ કહેવાય છે કે જ્યારે શ્રવણ પોતાનાં મા-બાપને લઈને આવે છે ત્યારે તેને રાજા દશરથનું બાણ વાગે છે અને અહીં આવેલા શિવાલય પાસે શ્રવણના ચિત્રો અને શિલાલેખ પણ જોવા મળે છે.

ભગવાન ગણેશજીના મંદિર પાસે એક શિવાલય પણ આવેલું છે. કહેવાય છે કે સંભોગથી સમાધિ સુધીના ચિત્રો અને કોતરણી વાળા સેન્ડ સ્ટોનમાંથી બનાવેલું શિવાલય પણ અહીંયા આવેલું છે જે આક્રમણ સમયે નષ્ટ થઈ ગયું હતું.

તો મિત્રો તમે પણ એકવાર અવશ્ય આ રિસાયેલા ગણપતિ બાપાના દર્શન કરવા માટે જજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.