રિક્ષાચાલકની આંખો ફાટી ગઈ : આવકવેરા વિભાગે આપી ત્રણ કરોડની નોટિસ

મિત્રો આજે એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સામાન્ય રિક્ષાચાલકને આવકવેરા વિભાગે ત્રણ કરોડ રૂપિયાની નોટિસ મોકલી છે.

આ સાંભળતાની સાથે જ રિક્ષા ચાલકની આંખો પહોળી થઈ ગઈ.

આ કિસ્સો ઉત્તરપ્રદેશના મથુરામાં એક રિક્ષા ચાલક સાથે થયો છે જ્યારે આવકવેરા વિભાગે તેને નોટિસ પાઠવી અને તેમાં ત્રણ કરોડ રૂપિયા આપવાનું કહ્યું.

રિક્ષાચાલકને કાંઈ સમજ ના પડી એટલે તેણે સીધો જ પોલીસનો સંપર્ક કર્યો.

પોલીસ સ્ટેશનમાં તેણે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. મથુરાના બકરપુર વિસ્તારમાં રહેતા પ્રતાપસિંહ રીક્ષા ચલાવે છે પોલીસે હજુ સુધી આ મામલે કોઈ કેસ નોંધ્યો નથી પરંતુ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રતાપસિંહના જણાવ્યા અનુસાર 15 માર્ચે તેણે જનસુવિધા કેન્દ્રમાં પાન કાર્ડ માટે અરજી કરી હતી. જન સુવિધા કેન્દ્ર તરફથી તેમને કહેવામાં આવ્યું હતું કે તેમનું પાનકાર્ડ એક મહિનાની અંદર આવી જશે પણ આવ્યું નહીં અને ત્યારબાદ તેને ખબર પડી કે તેનું પાન કાર્ડ સંજયસિંહ નામની વ્યક્તિને આપી દેવામાં આવ્યું છે.

આ દરમિયાન પ્રતાપસિંહ પાન કાર્ડ લેવા માટે ઘણી વખત સુવિધા કેન્દ્ર પર ગયો પરંતુ તેને પાનકાર્ડની કલર પ્રિન્ટ આપી દેવામાં આવી.

વાસ્તવમાં રિક્ષાચાલક અભણ હતો જેના કારણે તેને ખબર નહોતી કે આ પાનકાર્ડ ઓરીજનલ નથી પરંતુ તેની કૉપી છે જ્યારે પ્રતાપને આઇટી વિભાગમાંથી ફોન આવ્યો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

મિત્રો આઇટી વિભાગે પ્રતાપસિંહને 3,47,54,896 રૂપિયા ચૂકવવાનું કહયું છે.

અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ અન્ય વ્યક્તિએ પ્રતાપસિંહનું પાનકાર્ડ લઈ લીધું છે અને તેના નામે જીએસટી નંબર મેળવ્યો છે અને આ પાન કાર્ડ ઉપર લગભગ 43.44 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું.

અધિકારીઓએ પ્રતાપસિંહને આ કેસમાં એફઆઇઆર નોંધાવવાની અને ગુનેગારોને જેલમાં મોકલવાની સલાહ આપી હતી જોકે આ મામલે તપાસ ચાલી રહી છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.