રેશમા પટેલ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા : હાર્દિક પટેલ વિશે કહ્યું આવું, જુઓ વિડિયો

મિત્રો આપણે જાણીએ છીએ કે હાર્દિક પટેલ કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા ત્યારે રેશમા પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને પ્રતિક્રિયા આપતા સમયે તેઓ ભાવુક બનીને રડી પડ્યા હતા.

રેશમા પટેલે કહ્યું કે હાર્દિકભાઈ પોતે વ્યક્તિગત સ્વાર્થ માટે સમાજ સાથે અન્યાય કર્યો છે તે ખરાબ રાજકારણ કરી રહ્યા છે.

રેશમા પટેલે કહ્યું કે તેણે સાચા આંદોલનને ખોટા રસ્તે લઇ જઇને સમાજ સાથે ખોટું કર્યું છે.

અમે ઘણી વખત તેને ખુલ્લો પાડવાની કોશિશ કરી પરંતુ અમે નાના પડતા હતા.

હાર્દિક પટેલ પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર કોંગ્રેસમાં જોડાયા હતા જ્યાં પોતાનો સ્વાર્થ પુરો ન હતા જે થાળીમાં ખાતા તે જ થાળીમાં થૂંકીને ભાજપમાં જોડાયા.

રેશમા પટેલે કહ્યું કે હાર્દિક પોતે સિંહ હોવાની વાતો કરતા હતા પરંતુ આજે તેમણે સાબિત કરી દીધું છે કે તેઓ સિંહ નહીં પણ ખિસકોલી છે.

રેશમા પટેલે કહ્યું કે હાર્દિકે તો થોડીક તો શરમ કરવી જોઈતી હતી શહીદોના પરિવાર વિશે બોલતા બોલતા તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં પાટીદારોના યુવાનોને ન્યાય નથી મળ્યો તો હવે શું હાર્દિક કરી લેવાનો.

હાર્દિકે કહ્યું હું થોડો સળગાવવા ગયો હતો આવું સાંભળતા મને ખૂબ જ દુઃખ થયું છે. મને હવે સુફિયાણી વાતો કરે છે કે અમે બે મહિનામાં ન્યાય અપાવીશું.

રેશમા પટેલ બોલ્યા કે આંદોલન દરમિયાન જે દીકરાઓ ગયા છે તેના માટે આજે પણ મને થાય છે કે હું પણ પાપની ભાગીદાર બની છું.

તેમણે કહ્યું કે આજે ક્યાં ગઈ સમાજની વાત? આજે તેઓ માત્ર હિન્દુ હિન્દુની વાત કરે છે, હું પણ હિન્દુ છું પણ જેણે દીકરાઓ ગુમાવ્યા છે તેમની લાગણીઓનો વિચાર તો કરો.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે હાર્દિક ભાજપમાં જોડાયો છે અને કેસરિયો પણ ધારણ કર્યો છે ત્યારે હાર્દિકે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું.

ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવા ભગીરથ કાર્યમાં એક નાનકડો સિપાઈ બનીને કામ કરીશ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.