ભાડુઆત અને મકાન માલિકને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ : બધા લોકો જરૂર જાણી લો

મિત્રો આપણે જાણીએ છીએ કે મકાન માલિક અને ભાડુઆત વચ્ચે અવારનવાર ઝઘડાઓ સામે આવતા હોય છે.

આ બંને વચ્ચે ક્યારેક ભાડાને લઈને તો ક્યારેક સફાઈને લઈને તો ક્યારેક તમારા સમરકામને લઈને ઝઘડાઓ થતા હોય છે.

આવો જ એક ઝઘડો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું કે ભાડું ન આપવું IPC કલમ હેઠળ કેસ ન બની શકે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ભાડુઆત દ્વારા ભાડું ન ચૂકવવું એ સીવિલ વિવાદનો મામલો છે તે ફોજદારી કેસ નથી. જો ભાડું ન ચૂકવે તો તેના માટે IPC કલમ હેઠળ કેસ ન થઈ શકે.

સુપ્રીમકોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ આ કેસનો ચુકાદો જાહેર કરતાં જણાવ્યું કે ભાડું ચૂકવવું એસી વિવાદ નથી તે ગુનાહિત મામલો બનતો નથી એટલા માટે ભાડું ચૂકવવું એ આઈ પી સી કલમ હેઠળ કોઈ કેસ બનતો નથી

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બાકી ભાડાની બાકી રકમ અને ભાડુઆત સામે મકાન ખાલી કરવા અંગેના વિવાદનું સમાધાન સિવિલ કાર્યવાહી હેઠળ કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશમાં આ પ્રકારનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો ત્યારબાદ ભાડુઆત વિરોધ આઈપીસીની કલમ 403 (પ્રોપર્ટીનો અપ્રમાણિક ઉપયોગ) અને 415 (છેતરપિંડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

સૌપ્રથમ આ કેસ અલ્હાબાદ હાઇકોર્ટમાં દાખલ થયો હતો જ્યાં અરજદારની અરજી પર રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો અને નોંધાયેલ કેસને રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો ત્યાર બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.