નાકમાંથી પાણીની જેમ ટીપાં પડે તેવી ભયંકર શરદી મટાડવા માટે કરો આ નાગજીભાઈનો ઘરેલુ ઉપચાર

મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ ઋતુ ફેરફાર થતો હોય છે ત્યારે મોટાભાગના લોકોને શરદી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

ઘણા લોકોને શરદીમાં નાકમાંથી સતત પાણી પડતું હોય છે અને હાલમાં આ રોગચાળાની સિઝનમાં શરદી ખૂબ ચિંતાનો વિષય બની જાય છે પરંતુ હવે શરદી સામાન્ય લાગે છે.

જ્યારે શરદી થાય ત્યારે વ્યક્તિ સાનભાન ભૂલી જાય છે તેને ન તો ખાવાનું ગમે છે કે ન તો કોઈ કામ કરવું એટલે શરદી વ્યક્તિને મુસીબતમાં મૂકી દે છે.

નાકમાંથી પાણીની જેમ સતત છેડા નીકળતા હોય તેવી શરદી ઘણી વખત ધૂળ અને પ્રદૂષણના કારણે પણ થાય છે.

મિત્રો આ સમસ્યાને દૂર કરવા માટે આયુર્વેદમાં એક અદભૂત ઉપાય બતાવવામાં આવ્યો છે. આ ઈલાજ કરવાથી શરદી સાત દિવસમાં ગાયબ થઈ જશે.

મિત્રો ગરમીની સિઝનમાં ઘણી વખત લોકો રાત્રે એસીમાં સુતા હોય છે અને આ ટેવને કારણે લોકોને શરદી પણ થતી હોય છે.

જો તમને અવાર-નવાર નાકમાંથી પાણી નીકળતું હોય અને સાથે સાથે માથું દુખતું હોય તો આ ઉપાય એક અઠવાડિયું કરવાથી લાભ થાય છે.

મિત્રો રસોઈ બનાવી હોય, ઓફિસે જવું હોય કે પછી ઘરમાં કોઈ અન્ય કામ કરવું હોય પણ નાકમાંથી સતત નીકળતું પાણી મોટી સમસ્યા ઉત્પન્ન કરે છે અને આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે આપણે આજે આ ઉપાય વિશે જાણીશું.

સૌથી સરળ અને અસરકારક ઈલાજ છે ચીની કબાબ.

મિત્રો આ ચીની કબાબ જોવામાં તીખા જેવા લાગે છે પરંતુ તે તેનાથી સાવ અલગ હોય છે તેને નિયમિત રીતે ખાવાથી શરદી મટી જાય છે.

દેખાવમાં તીખા જેવા લાગે છે પરંતુ તેનો સ્વાદ જરા પણ તીખો નથી હોતો. ચીની કબાબ તમને દેશી દવાની દુકાનેથી મળી જાય છે જેનો કિલ્લાનો ભાવ બે હજાર રૂપિયાની આસપાસ હોય છે પરંતુ દવા માટે ખૂબ જ ઓછી માત્રામાં તેને લેવાનું હોય છે.

25 ગ્રામ ચીની કબાબ લેવાનો છે અને આ પ્રયોગ તમારે 15 દિવસ કરવાનો છે. 15 દિવસમાં તમારી શરદી જડમૂળથી નાબૂદ થઇ જશે.

મિત્રો જે લોકોને પથરી હોય તેમણે પણ આ ઉપાય કરવો જોઈએ. આ દવા પથરીના દર્દીઓને પણ લાભ આપે છે અને હૃદયની બીમારી વાળા લોકો માટે પણ ખૂબ જ લાભકારી છે.

આ ઉપાય કરવા માટે મિત્રો તમારે 15 દાણા લેવાના છે જેને એક કપ પાણીમાં રાત્રે પલાળી દેવાના છે. સવારે ઉઠીને તેને બરાબર મસળી લેવા અને પછી તે પાણીને ગાળી લેવું અને ગાળેલું પાણી તમારે ખાલી પેટે પી જવાનું છે.

મિત્રો આ પ્રયોગ તમારે 15 દિવસ કરવાનો છે પરંતુ ધ્યાન રાખવાનું છે કે એક વખત ઉપયોગમાં લીધેલા ચીની કબાબ બીજી વખત ઉપયોગમાં લેવા નહીં એટલે કે બીજા દિવસે નવા ચીની કબાબ નો ઉપયોગ કરવો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.