જો તમારા ઘરે જૂની ટી.વી, રેડીયો, ટેલીફોન હોય તો જુઓ તેમાં આ લાલ રંગની શીશી નથી ને? છેલ્લી તક ફટાફટ કરો આ કામ

મિત્રો ઘણા સમયથી ગામડાઓમાં અને શહેરોમાં વાયુવેગે વાત પ્રસરી રહી છે કે જો તમારી પાસે કોઈ જુનુ ટીવી હોય કે જુનો રેડીયો હોય કે પછી જુનો સંચો હોય તો તેમાં રહેલી લાલ રંગની એક શીશી તમને માલામાલ કરી દેશે.

આ લાલ રંગની શીશીની બજાર કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવે છે. આ ઝડપથી ફેલાઈ રહેલી માહિતીનું સત્ય તપાસવા માટે પોલીસ પણ સજાગ થઈ ગઈ છે.

હાલમાં ગામડાઓમાં અને શહેરોમાં બહારથી લોકો ઘરે-ઘરે પૂછપરછ કરી રહ્યા છે. તમારા ઘરમાં આવી કોઈ જૂની ચીજવસ્તુઓ છે? જો હોય તો અમે તેને ઊંચી કિંમત આપીને ખરીદી લઈશું કેમકે જે કિંમત તે જણાવશે કે સાંભળીને જ એવું થશે ચાલો ફટાફટ આ લાલ શીશી ગોતી ને આપી દઈએ.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આટલી બધી ઊંચી કિંમત શીશીમાં રહેલા લાલ રંગના પ્રવાહીને કારણે છે.

આ લાલ પ્રવાહી ખૂબ જ કીમતી હોય છે. તપાસમાં સામે આવ્યું છે કે લાલ પ્રવાહીનું નામ રેડ મર્ક્યુરી છે જેની બજાર કિંમત દસ હજાર પ્રતિ ગ્રામની આસપાસ બોલાઈ રહી છે.

હજુ સુધીમાં કોઈ પુષ્ટી કરવામાં નથી આવી કે આ અફવા છે કે કોઈ સત્ય છે.

અમારા મતે તમે આવું કોઈ કાર્ય ન કરો. અને જો તમારી પાસે પણ આવી શીશી હોય તો કોઈને ના આપો કેમ કે આનો ઉપયોગ શેમા થઈ રહ્યો છે તે પણ હજુ અકબંધ છે.

જો કોઇ ગેરકાયદેસર ઉપયોગ થતો હોય તો તેના આપણે ભાગીદાર બનીએ છીએ એટલે આવું ના થાય એટલા માટે આવું કોઈ પગલું આપણે ભરવાનું નથી.

રોજ 50-100- 200 લોકો આના વિશે ઘરે આવીને પૂછપરછ કરી રહ્યા છે કે જો તમારા જૂના ટીવી, રેડિયો કે ટેલીફોનમાં આવી કોઈ શીશી હોય તો અમે તેને ખરીદવા તૈયાર છીએ અને સારી એવી કિંમત પણ આપીશું.

આ લાલ પારો એક વિસ્ફોટક અને જ્વલનશીલ પદાર્થ છે, જેનો ઉપયોગ આજથી ત્રણ ચાર દશક પહેલા ઇલેક્ટ્રોનિક સાધનોમાં કરવામાં આવતો હતો.

આ લાલ પારો એક કાચની સિલિન્ડર આકારની શીશીમા ભરેલો હોય છે અને સર્કિટમા તે કોઈ જગ્યાએ લગાવેલો હોય છે.

હાલમાં તેનો ઉપયોગ કઈ જગ્યાએ થઈ રહ્યો છે તેની કોઈ પુષ્ટી હજુ સુધીમાં નથી થઈ.

બધા લોકો પોતપોતાની રીતે મંતવ્યો રજૂ કરી રહ્યા છે કે આનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થઈ રહ્યો છે પરંતુ કોઇ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું.

હૈદરાબાદના સાયબર ક્રાઈમ બ્રાંચ તરફથી કહેવામાં આવ્યું કે આના વિષે હજી સુધીમાં કોઈ ફરિયાદ આવી નથી પરંતુ લોકોએ સાવધાન રહેવું જોઈએ.

આ કોઈ પ્રકારનું કૌભાંડ હોય તો આ પ્રકારના કૌભાંડનો શિકાર આપણે ના બનવું જોઈએ. જો આવો કોઈ કિસ્સો તમારી સામે આવે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતમાં ઘણી જગ્યાએ આ પ્રકારની લાલ પારાની શીશી શોધવા માટે ગામડાંઓ અને શહેરોમાં અનેક લોકો પૂછપરછ માટે આવે છે. અને જો તેને મળી જાય છે તો ઊંચી કિંમત આપીને લઈ પણ જાય છે. પરંતુ અમારી અંગત સલાહ છે કે તમે આવી કોઈપણ વસ્તુ ખરીદવા માટે આવે તો તેના આપો.

જો તમારા ઘરે કોઈ વ્યક્તિ ખરીદવા માટે આવે તો સૌપ્રથમ તમે પોલીસને જાણ કરો જેથી પોલીસ આ વિશે બનતી તમામ માહિતીની પૂછપરછ કરી શકે અને જાણી શકે કે હકીકતમાં આનો ઉપયોગ ક્યાં થાય છે?

નોંધ: આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ. આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

ચેતવણી: ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.