અતિભારે વરસાદ માટે હવે સૂરતનો વારો, આ તારીખે પડશે ધોધમાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

મિત્રો ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ છે ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આપણે જાણીએ છીએ કે ગયા રવિવારે અમદાવાદમાં જળબંબાકાર થયો હતો ત્યારબાદ હવે સૂરતનો વારો છે, સુરતમાં પણ ભારે વરસાદને કારણે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે 12 જુલાઈના રોજ સુરતમાં ભારે વરસાદ પડી શકે છે જેને લઇને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત 14 અને 15 જુલાઇના રોજ સુરતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વરસાદની આગાહીને કારણે તંત્ર સજાગ થઈ ગયું છે અને લોકોને બિનજરૂરી ઘર બહાર નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી દ્વારા ગુજરાતમાં આગામી બે દિવસ હજુ ભારે વરસાદની આગાહી હોવાને કારણે જિલ્લા કલેકટરોને તાકીદ કરી હતી કે જરૂર જણાય તો લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની વ્યવસ્થા માટે સજ્જ રહે.

અને વરસાદને પગલે કોઇ જાનહાની ન થાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે જોવા માટે ખાસ તાકીદ કરી હતી.

સુરતના કલેકટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આગામી 13 થી 15 જુલાઈ સુધી સુરતમાં અતિભારે વરસાદની આગાહીને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી તમામ નાગરિકો સતર્કતા રાખે અને બિનજરૂરી પ્રવાસ ટાળે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.