રેડ એલર્ટ : ગુજરાતના આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર, 10674 લોકોનું સ્થળાંતર

મિત્રો ગુજરાતમાં હજુ પણ આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યની અંદર છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં 10674 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ગુજરાતના ભરૂચ, તાપી, સુરત, ડાંગ, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, અમદાવાદ સહિતનાં જિલ્લામાં અનરાધાર વરસાદ પડવાને કારણે જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેને લઇને સરકાર એક્શનમાં આવી ગઈ છે.

આ મામલે મુખ્ય સચિવ પંકજકુમાર તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને રાહત બચાવની કામગીરી કરવાની સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત 24 મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં પ્રભારી બનાવવામાં આવ્યા છે અને તેમને ત્યાં રવાના કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં હાલ મેઘ મહેર જામી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને સુરત જિલ્લામાં 12 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ જ્યારે 13 થી 15 જુલાઇ સુધી ખૂબ જ ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે અને તમામ નાગરિકોને સત્તા રાખવા માટે તેમજ બિનજરૂરી પ્રવાસ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.

વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને પંજાબથી એનડીઆરએફની પાંચ ટીમો વડોદરા બોલાવવામાં આવી છે અને ત્યાંથી તાપી, ભરૂચ, સુરત, નવસારી અને વડોદરામાં ડીપ્લોય કરી દેવામાં આવી છે.

મિત્રો 12 જુલાઈના રોજ અમદાવાદ, વલસાડ, સુરત, તાપી, નવસારી, ભરૂચ, ડાંગ, વડોદરા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને આનંદમાં ભારે વરસાદની આગાહી છે.

13 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જયારે 14 જુલાઈના રોજ અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, ભાવનગર, વલસાડ, ભરૂચ, આણંદ અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે.

15 જુલાઇના રોજ ભાવનગર, જામનગર, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, ભરૂચ, આણંદ, વલસાડ અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડવાને કારણે માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે અત્યાર સુધીમાં 10674 લોકોનું સ્થાળાંતર કરી નાખવામાં આવ્યું છે. આ ઉપરાંત બચાવાયેલા લોકોમાંથી 6853 લોકો સહી સલામત પોતાના ઘરે પરત ફરી ગયા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.