ગુજરાત ઉપર અતિભારે વરસાદનો ખતરો / 12 જિલ્લામાં રેડ એલર્ટ, 17 તારીખ સુધીની આગાહી

મિત્રો ગુજરાત રાજ્યમાં 13 થી 17 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જેમાં ખાસ કરીને આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી રહ્યો છે આ ઉપરાંત અમદાવાદમાં પણ આગામી 48 કલાક સુધી ભારે વરસાદની શક્યતા છે.

મિત્રો ગુજરાતના દ્વારકા, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આપણે જાણીએ છીએ કે શરૂઆતમાં આઠ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા 12 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

જેમાં કચ્છ, દ્વારકા, રાજકોટ, જામનગર, મોરબી, છોટાઉદેપુર, નર્મદા, ભરૃચમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે.

ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે, એનડીઆરએફ અને એસડીઆરએફની 18-18 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ગુજરાતમાં નદીના ડેમ, નદી, નાળા બધું જ પાણી પાણી થઇ ગયું છે અને રાજ્યના કુલ 18 જળાશયો હાઇ એલર્ટ પર મુકાયા છે જેમાંથી 8 જળાશયની સપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.