ભારતનું રીયલ KGF : આ જગ્યાએથી મળ્યો અબજો-ખરબોનો સોનાનો ભંડાર, જાણો હવે સરકાર શું કરશે?

મિત્રો જ્યારે જ્યારે સોનાની ખાણની વાત સાંભળવા મળે છે ત્યારે કેજીએફ ફિલ્મ જરૂર યાદ આવી જાય છે.

બે ભાગમાં બનેલી આ ફિલ્મે એવું બતાવ્યું કે કયા પ્રકારે રોકી ભાઈ નામના વ્યક્તિએ ખાણમાંથી સોનાની નિકાસ શરૂ કરી અને એક મોટું સામ્રાજ્ય સ્થાપિત કર્યું.

જેવી રીતે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે તેવી જ રીતે ભારતના બિહારમાં પણ એક કેજીએફ છે પરંતુ ત્યાં રોકી ભાઈ નથી આ જગ્યા પર સોનું એટલું છે કે આખું બિહાર માલામાલ થઈ જાય.

દેશનું 44% સોનુ અહીં મળી આવ્યું છે, ઘણા વર્ષોથી આ જગ્યાની ચર્ચા થતી હતી પરંતુ હવે બિહારના કેજીએફ સોનુ કાઢવાની પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

બિહારના જમ્મુઈ જિલ્લામાં સોનાના મોટા ભંડારની ચર્ચા ગયા વર્ષે લોકસભામાં કેન્દ્રીય ખાણ મંત્રી પ્રહલાદભાઈ જોશી દ્વારા કરવામાં આવી હતી ત્યારથી માંમલો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે.

ભારતના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર જમુઈમાં 222.88 મિલિયન ટન સોનાનો ભંડાર છે જે દેશના સોનાનો 44 ટકા છે.

ગ્રામજનો જણાવી રહ્યા છે કે વર્ષ 1982માં જમુઈના બેચીરાગી ગામની ઉજ્જડ જમીનમાં સોનુ મળવાના સમાચાર ખૂબ જ ફેલાયા હતા અને ઇન્ટરનેશનલ સ્તર પર હેડલાઇન બની હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર પાંચથી દસ ફૂટના ખોદકામ પર લોકોને સુવર્ણ કણ મળી આવ્યા હતા જ્યારે આ સમાચાર વહીવટી વિભાગ સુધી પહોંચ્યા ત્યારે ઉતાવળમાં કરમટીયાને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો.

1982 થી 1986 સુધી જમીન નિષ્ણાતની સૂચનાથી કરમટીયામાં ખોદકામ યુદ્ધના ધોરણે ચાલ્યું હતું પરંતુ અચાનક જ કામ બંધ થઈ ગયું હતું.

નેશનલ મિનરલ ઇન્વેન્ટરી અનુસાર ભારત દેશમાં પ્રાથમિક સ્વર્ણ અયસ્કના કુલ સંસાધન 654.74 ટન સુવર્ણ ધાતુ સાથે 501.83 મિલીયન ટન હોવાનું અનુમાન છે
જેમાંથી બિહાર 222.885 મિલિયન ટન સાથે સંપન્ન છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.