ગરુડ પુરાણ મુજબ સવારે 8 વાગ્યા પછી નાહવાથી આવું થાય છે!! જાણો કેટલા વાગે નાહવું જોઈએ

શરીર અને મનને પ્રફુલ્લિત અને સ્વચ્છ કરવા માટે સ્નાન કરવું ખૂબ જરૂરી છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રાત્રિ દરમિયાન મનમાં આવેલા ખરાબ વિચારોને કારણે આપણું શરીર અશુદ્ધ બની ગયું હોય છે એટલે સવારે નાહવાથી શરીર અને મન શુદ્ધ થઈ જાય છે.

પહેલાના સમયમાં બધા લોકો વહેલી સવારે ઠંડા પાણીથી નાહતા હતા પરંતુ હવે આ આધુનિક સમયમાં જાગવાનો સમય અને નાહવાનો સમય વગેરેમાં ખૂબ જ મોટું અંતર આવી ગયું છે. લોકો સ્નાન કરવાનો સમય અને વિધિનું મહત્વ ભૂલી ગયા છે.

અત્યારે મોટાભાગના લોકો સવારે ઉઠીને નાસ્તો કરીને પછી નાહવા જતા હોય છે પરંતુ શાસ્ત્રો પ્રમાણે આ એકદમ ખોટી રીત છે.

આજના આર્ટિકલમાં આપણે જાણીશું શું છે સ્નાનનું મહત્વ? ક્યારે કરવું જોઈએ સ્નાન? વગેરે

સ્નાન કરવાની રીત:

  • નિયમિત રીતે સૂર્યોદય સમયે પથારીનો ત્યાગ કરીને સૌથી પહેલા સ્નાન કરવું જોઈએ.
  • નહાવાના પાણીમાં કાળા તલ ઉમેરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે.
  • સ્નાન કરતી વખતે સૌ પ્રથમ પાણી માથાના ભાગમાં નાખવુ જોઈએ જેથી શરીરના ઉપરના ભાગની ગરમી પગના માધ્યમથી નીકળી જાય.

શુભ ફળની પ્રાપ્તિ કરવા માટે હંમેશાં સૂર્યોદય પહેલા સ્નાન કરી લેવું જોઈએ. સ્નાન કરવાથી શરીર અને મન બંને પ્રફુલ્લિત થઇ જાય છે અને થાક ઉતરી જાય છે.

સૂર્યોદય પહેલા જે વ્યક્તિ સ્નાન કરે છે તે અલક્ષ્મીથી મુક્ત થાય છે એટલે કે તેના ઘરે લક્ષ્મીજી આવે છે અને બુદ્ધિમાન બને છે અને હંમેશા સ્નાન કરતી વખતે ગુરુ મંત્ર બોલવો જોઈએ.

હવે આપણે જાણીશું સ્નાનના પ્રકારો વિશે:

બ્રહ્મ સ્નાન::

જે સ્નાન વહેલી સવારે ચારથી પાંચ વાગ્યા સુધીમાં ભગવાનનું નામ લેતા લેતા કરવામાં આવે છે તેને બ્રહ્મ સ્નાન કહેવાય છે. આ પ્રકારનું સ્નાન જીવનમાં સુખ શાંતિ આપે છે.

દેવ સ્નાન::

જે સ્નાન સૂર્યોદય પછી વિવિધ નદીઓના નામ લેતા લેતા કરવામાં આવે તેને દેવ સ્નાન કહે છે. આ પ્રકારનું સ્નાન જીવનમાંથી ચિંતા દૂર કરે છે.

દાનવ સ્નાન::

જે સ્નાન સવારમાં નાસ્તો કર્યા પછી કરવામાં આવે છે તેને દાન સ્નાન કહેવાય છે. આ પ્રકારનાં સ્નાન કરનારને જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

યૌગિક સ્નાન::

જે સ્નાન યોગના માધ્યમથી પોતાના ઇષ્ટદેવનું ચિંતન અને ધ્યાન કરી કરવામાં આવે છે તેને યોગિક સ્નાન કહે છે. આ સ્નાનને આત્મતીર્થ પણ કહેવાય છે કારણ કે આ રીતે સ્નાન કરવાથી તીર્થયાત્રામાં સ્નાન કર્યાનું પુણ્ય મળે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.