ગુજરાતમાં આ જગ્યાએ બનશે લંકેશ રાવણનું મંદિર : શિવભક્તો માટે રાવણ હંમેશને માટે આદર્શ

મિત્રો આપણે જાણીએ છીએ કે ભારતભરમાં બધા દેવી-દેવતાઓના મંદિર છે પણ રાવણનું મંદિર હોય તો લંકામાં હોઈ શકે છે પરંતુ ભારતમાં રાવણનું મંદિર હોય તો લગભગ એકાદ બે જગ્યા હશે.

હવે લંકેશ રાવણનું મંદિર ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે. એક રાવણ ભક્ત રવિ ઓજાએ શિખરબંધ મંદિર બનાવવાની જાહેરાત કરી છે.

આપણે જાણીએ છીએ કે લંકાપતિ રાવણ શિવના ભક્ત હતા જેને કારણે રાવણ દહન બંધ કરવું જોઇએ તેવી પણ માંગ ઓઝા દ્વારા કરવામાં આવી હતી.

મિત્રો આ મંદિર પણ બની ચૂકયું છે અને હવે શિવજીના મંદિરમાં શિવલિંગની બાજુમાં જ રાવણની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત રાવણના પરમ ભક્ત રવિ ઓઝા ઓનલાઇન આરતી દ્વારા મૂર્તિના દર્શન પણ કરાવે છે.

ભારતમાં ઘણી જગ્યા પર રાવણની પુજા કરવામાં આવે છે. ભારતના ઉત્તર પ્રદેશના કાનપુરમાં સ્થિત લંકેશ રાવણનું એક મંદિર આવેલું છે જેનું નિર્માણ 1890માં થયું હોવાનું જાણવા મળે છે.

મિત્રો જ્યારે દશેરાના દિવસે સમગ્ર દેશમાં રાવણ દહન કરવામાં આવે છે ત્યારે આ દિવસે અહીંયા રાવણની પુજા કરવામાં આવે છે, તેની આરતી કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશ સિવાય ઘણા બધા રાજ્યોની અંદર રાવણની પૂજા કરવાની પરંપરા પણ છે.

મિત્રો આંધ્રપ્રદેશના કાકીનાડાનું રાવણ મંદિર, મધ્યપ્રદેશના વિદિશામાં આવેલું રાવણ મંદિર અને મંદસૌરમાં રાવણ મંદિર આવેલું છે તેને પણ ખાસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે રાવણ અને મંદોદરીના લગ્ન પણ અહીં થયા છે.

આ ઉપરાંત રાવણનું જન્મ સ્થળ ઉત્તરપ્રદેશના નોઈડા ખાતે બિસરખ ગામ હોવાની પણ માન્યતા છે.

મિત્રો રવિ ઓઝાએ કહ્યું કે હું છેલ્લા 15 વર્ષથી રાવણની પુજા કરું છું તેની સાધના કરું છું અને મારી સાધના હજુ ચાલુ જ છે અને આ સાધનાથી મને ખૂબ જ આનંદ પ્રાપ્ત થાય છે અને ટૂંક સમયમાં જ સૌરાષ્ટ્રમાં રાવણ મંદિર બની જશે.

આ ઉપરાંત તેમણે ભવિષ્યવાણી કરી છે કે આગામી દિવસોમાં લંકાપતિ રાવણનું શિખરબંધ મંદિર બનશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે હું તંત્ર સાધના તરફ આગળ વધી રહ્યો છું. તાંત્રિક સાધનામાં હું જણાવું છું કે આગામી દિવસોમાં રાવણનું દહન પણ બંધ થઈ જશે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે રાવણ દહન કરવું એ વ્યાજબી નથી અને આ વર્ષે ભાવનગરમાં રાવણ દહન બંધ થઈ જશે. આ ઉપરાંત તેમના દ્વારા વિવિધ જગ્યાએ આવેદનો પણ આપવામાં આવ્યા છે જેને કારણે સમગ્ર દેશમાં પણ રાવણ દહન નહીં થાય તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું કે જેટલા લોકો ભગવાન મહાદેવને માને છે તે તમામ લોકો ભગવાન રાવણને પણ માને છે કારણ કે મહાદેવના સૌથી મોટા ભક્ત રાવણ હતા તેમના દ્વારા બનાવાયેલું શિવ તાંડવ સ્તોત્ર આજે પણ મહાદેવને સૌથી વધારે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.