દશેરામાં રાવણ દહન વખતે રાવણ ફૂટતાં 56 લોકોના થયા મોત

નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે નવરાત્રિ પૂર્ણ થઈ ચૂકી છે અને આજે છે દશેરા.

વિજયાદશમી તહેવાર સમગ્ર દેશભરમાં ઉજવાઈ રહ્યો છે જેમાં બુરાઈ ઉપર અચ્છાઇની જીત માટે સમગ્ર દેશમાં રાવણના પૂતળાને સળગાવવામાં આવે છે.

દશેરાના દિવસે લોકો રાવણનું મોટું પૂતળું બનાવે છે અને રાત્રે તેનું દહન કરવામાં આવે છે અને ધામધૂમથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે.

મિત્રો ગયા વર્ષે પંજાબના એક ગામમાં રાવણ દહન કરતી વખતે એક દુર્ઘટના ઘટી હતી જેમાં આશરે ૫૬ લોકોનાં મોત થયા હતા.

મળતી માહિતી પ્રમાણે રાવણ દહન માટે તૈયાર કરેલા રાવણને સળગાવતા પહેલા જ રાવણના પૂતળામાં ધડાકાભેર વિસ્ફોટ થયો હતો અને આજુબાજુના લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ દુર્ઘટના થવા પાછળનું મુખ્ય કારણ રાવણનું પૂતળું બનાવતી વખતે તેમાં મોટા પ્રમાણમાં ફટાકડાઓ નાખવામાં આવ્યા હતા અને આને કારણે જ રાવણના પુતળાને સળગાવતા જ મોટો ધડાકો થયો અને લોકો ગંભીર રીતે ઘાયલ થયા.

તો મિત્રો તમે પણ જો વિજયાદશમી નિમિત્તે રાવણ દહન કરવાના હોવ અને તેનું પુતળું બનાવવા માંગતા હોવ તો તેમાં ફટાકડા બિલકુલ ના નાખતા, માત્ર લાકડી, કાગળ અને સાદા કાપડનો ઉપયોગ કરવો જેથી કોઈ દુર્ઘટના ના ઘટે.

બધાને જય વિજયા દશમી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.