રાવણ દહન કરતા બની મોટી દુર્ઘટના : લોકો ઉપર પડ્યો સળગતો રાવણ, દુર્ઘટનાનો વિડીયો થયો વાયરલ

મિત્રો આપણે જાણીએ છીએ કે દેશભરમાં દશેરા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બુરાઈઓ પર અચ્છાઈની જીતના પ્રતિક સ્વરૂપે રાવણ દહનના કાર્યક્રમો ગોઠવવામાં આવતા હોય છે અને ફટાકડા ફોડવામાં આવતા હોય છે.

રાવણ દહન દરમિયાન એટલેકે દશેરા દરમ્યાન હરિયાણામાં મોટી દુર્ઘટના બની હતી. યમુનાનગરમાં રાવણનું પૂતળું દહન કરવામાં આવી રહ્યું હતું, આ દરમિયાન અચાનક જ પૂતળું પડી ગયુ જેમાં ઘણા બધા લોકો ઘાયલ થયા હતા.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે તમે અહીંયા જોઈ શકો છો.

મિત્રો મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટના સળગતા પૂતળામાંથી બહાર આવતા લાકડાના કારણે બની હતી.

મિત્રો આ દરમિયાન 70 ફૂટનું સળગતું પૂતળું લોકો ઉપર પડયું હતું જેના કારણે સાત લોકો ઘાયલ થયા હતા.

મિત્રો આ પૂતળાને લોકો ઉપર પડતા જોઈને ભારે નાસભાગ મચી ગઇ હતી અને આ અકસ્માતમાં ત્રણ લોકોના માથા ફાટી ગયા હતા જ્યારે બે લોકોના કપડા બળી ગયા હતા જ્યારે ફટાકડા ફોડવાને કારણે બે લોકો દાજી ગયા હતા.

આ ઉપરાંત મિત્રો હરિયાણાના ફતેહાબાદથી એક અન્ય ઘટના સામે આવી છે જેમાં પૂતળાને વચ્ચેથી તોડવામાં આવ્યું હતું.

અહીંયા પૂતળાને ક્રેનથી ઊંચે ઉપાડતી વખતે વચ્ચેથી તૂટી ગયું હતું અને લટકાવવામાં આવ્યું હતું જેને કારણે પૂતળાદહનનો કાર્યક્રમ વિલંબિત થયો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.