આ લોકોના રેશનકાર્ડ થઈ જશે બંધ !! ગુજરાતના આ જિલ્લામાં અપાયા આદેશ, જુઓ આમાં તમારો સમાવેશ થાય છે કે નહીં??

મિત્રો સરકારની તારીખ 22/3/2014 ની જોગવાઈ પ્રમાણે રેશનકાર્ડથી વિતરણ કરવામાં આવતું અનાજ ફક્ત ગરીબો માટેની યોજના છે.

આપણે જાણીએ છીએ કે હાલમાં ઘણા બધા એવા લોકો છે જે સધ્ધર હોવા છતાં સરકારની આ યોજનાનો લાભ ગેરકાયદેસર લઇ રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહિસાગર જિલ્લાના તમામ મામલતદારે નવું ફરમાન જાહેર કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોની આવક 10 હજાર રૂપિયા કરતાં વધુ છે તેવા પરિવારનું રેશનિંગ 30 જૂન સુધીમાં બંધ કરવામાં આવશે.

મામલતદારોએ વધુ આવક ધરાવતા પરિવારોને જાતે જ નામ કમી કરવાનો આદેશ આપ્યો છે માટે જિલ્લાના દરેક ગામમાં જાહેરનામું લગાડવા તમામ તલાટીઓને આદેશ આપ્યો છે.

30 જૂન બાદ તમામ તલાટી દ્વારા તપાસ કરવામાં આવશે જેમાં આર્થિક સુખાકારી જાણવા પર કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત બીજા રેશનકાર્ડને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે કેન્દ્ર સરકારે લાભાર્થીઓને પોતાના રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટેની છેલ્લી તારીખ પહેલા 31 માર્ચ હતી તેને લંબાવીને 30 જૂન કરવામાં આવી છે.

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા સૂચના બહાર પાડવામાં આવી છે. કેન્દ્ર સરકારની ‘એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ’ યોજના હેઠળ દેશના લાખો લોકોને લાભ મળી રહ્યો છે.

જે મિત્રોએ હજુ સુધી માં પોતાના રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નથી કર્યું તે લોકો 30 જૂન સુધીમાં આ કામ અવશ્ય કરી લેવું જોઈએ.

ઘરે બેઠા પણ તમે આ કામ કરી શકો છો. રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેની સંપૂર્ણ માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો.

હવે આપણે જાણીશું કે રેશનકાર્ડથી વિતરણ કરવામાં આવતું અનાજ કોને મળવાપાત્ર નથી :

  • ચાર પૈડાવાળું વાહન ધરાવતા હોય
  • જે કુટુંબનો સભ્ય સરકારી કર્મચારી હોય
  • જે કુટુંબના સભ્ય માસિક રૂપિયા 10,000 થી વધુ આવક ધરાવતો હોય
  • જે કુટુંબનો સભ્ય આવકવેરો (ઇન્કમટેક્સ) વ્યવસાય વેરો ચૂકવતો હોય
  • જે કુટુંબ પાંચ એકર કે તેથી વધુ પિયત વાળી જમીન ધારણ કરતો હોય
  • જે કુટુંબમાં કોઈ સભ્ય સરકારી પેન્શન મેળવતો હોય
  • જે કુટુંબ આર્થિક સુખાકારી સધ્ધરતા ધરાવતો હોય

આર્થિક સુખાકારી હોવાના પુરાવા માલૂમ પડશે તો વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની તેમજ જરૂર જણાય તો ફોજદારી ગુનો દાખલ કરવાની ફરજ પડશે અને સાથે સાથે રિકવરી કરવામાં આવશે જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા વિનંતી છે.